Western Times News

Gujarati News

મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમનો ઇન્કાર

મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને પહેલા હાઇકોર્ટ જવાની સલાહ આપી છે જાે કે સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખ પર લાગેલ આરોપોને ગંભીર માન્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રીની વિરૂધ્ધ મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર દ્વારા લગાવવામાં આવેલ આરોપ ખુબ જ ગંભીર છે. કોર્ટે પરમબીર સિંહ તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીને પુછયુ કે તે સીબીઆઇ તપાસની માંગ માટે બોમ્બે હાઇકોર્ટમાં કેમ ગયા નહીં આ સાથે જ કોર્ટે પરમબીર સિંહને પુછયુ કે તેમણે પોતાની અરજીમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીને પક્ષકાર કેમ બનાવ્યા નહીં

૧૯૮૮ બેચના આઇપીએસ અધિકારી પરમબીર સિંહે મુંબઇ પોલીસ કમિશ્નરના પદેથી પોતાની બદલીને પણ મનામાની અને ગેરકાનુની બતાવતા તેને રદ કરવાની માંગ કરી છે વચગાળાની રાહત તરીકે તેમણે પોતાની બદલીના આદેશ પર રોક લગાવવા અને રાજય સરકાર કેન્દ્ર સરકાર અને સીબીઆઇથી દેશમુખના નિવાસથી સીસીટીવી ફુટેજ પોતાના કબજામાં લેવાની માંગ પણ કરી છે.

આ પહેલા પરમબીર સિંહે કહ્યું હતું કે તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી બચ્યો કારણ કે મહારાષ્ટ્ર સરકારે સીબીઆઇથી રાજયમાં અપરાધની તપાસની સહમતિ પાછી લઇ લીધી છે. આથી જયાં સુધી સુપ્રીમ કોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી દેશમુખ વિરૂધ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ સંભવ નથી

પરબીરે પોતાની અરજીાં કહ્યું હતું કે દેશમુખે ગત ફેબ્રુઆરીમાં પોલીસ અધિકારીઓની સાથે પોતાના ઘરમાં બેઠક કરી જેમાં ક્રાઇમ ઇટેંજીજેંસ યુનિટના સચિન વાજે અને મુંબઇની સોશલ સર્વિસ તપાસના એસીપી સંજય પાટિલ પણ સામેલ હતાં વરિષ્ઠોની ઉપેક્ષા કરી આ બેઠકમાં તે પોલીસ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો કે તે મુંબઇની વિવિધ પ્રતિષ્ઠાનોથી ૧૦૦ કરોડ રૂપિયા પ્રતિ મહીને વસુલી કરે સિંહે આરોપ લગાવ્યો કે દેશમુખ વિવિધ મામલાની તપાસમાં દખલ આપતા હતાં. પોલીસ અધિકારીઓને પોતાના મન મુજબ તપાસ કરવાનો નિર્દેશ આપતા હતાં દેશમુખની ગતિવિધિઓ પદનો દુરૂપયોગ કરનાર છે લોકતંત્રમાં તેને યોગ્ય ઠેરવી શકાય નહીં

મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી
દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત કરી હતી ફડનવીસ આજે સવારે ભાજપના અનેક નેતાઓની સાથે રાજયપાલ ભગત સિંહ કોશ્યારીથી મળ્યા અને તેમને આવેદનપત્ર સોંપ્યુ હતું રાજયપાલથી મુલાકાત બાદ ફડનવીસે કહ્યું કે એ દુખની વાત છે કે સમગ્ર મામા પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે ચુપ છે. શરદ પવારે બે દિવસ સુધી બચાવો કર્યો જયારે કોંગ્રેસ અસ્તિત્વમાં જાેવા મળી રહી નથી તેમણે એકવાર ફરી મહાવિકાસ અઘાડી સરકારને મહાવસુલી સરકાર ગણાવી હતી.
તેમણે કહ્યું કે કોંગ્રેસ જે રીતે ચુપકીદી સેવી રહી છે

તેને બતાવવું જાેઇએ કે તેને તેના માટે કેટલો હિસ્સો મળ્યો છે. તેમણે કહ્યું કે અમે રાજયપાલની સામે સમગ્ર મામલો રજુ કર્યો છે અમને આશા છે કે આ મામલે રાજયપાલે વાત કરવી જાેઇએ અને મુખ્યમંત્રીને પુછવું જાેઇએ કે આખરે તેમણે તેના પર શું કાર્યવાહી કરી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ કમિશ્નર તરફથી લગાવવામાં આવેલા આરોપો બાદથી ભાજપ રાજયની ગઠબંધન સરકાર પર હુમલાવર છે અને તેમના રાજીનામાની માંગ કરી રહી છે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા આક્ષેપોને લઈને શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર જાેરદાર પ્રહાર કર્યા છે. શિવસેનાએ કહ્યું કે ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા છે, ગૃહ પ્રધાન ફક્ત તેમનું કામ કરી રહ્યા હતા. પરમબીરે ગૃહ પ્રધાન પર આરોપ મૂક્યો હતો પરંતુ સેવાની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

શિવસેનાએ કહ્યું કે આ આઘાતજનક છે.સામનામાં લખ્યું છે કે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ અને આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા સાથે મળીને ભાજપે રાજ્ય સરકારને સત્તાથી હાંકી કા ર્ંવાના ષડયંત્રની રચના કરી હતી. “લોકો જાણે છે કે ભાજપ આ કેમ કરી રહ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપતિ શાસન લાદીને મહારાષ્ટ્રમાં અસ્થિરતા પેદા કરવાનો છે. શિવસેનાએ કહ્યું કે ‘પરમ બીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર પોતાનો બચાવ કરવાનો આરોપ લગાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.