Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં અધિકારીઓમાં કોરોનાનું સંક્રમણ યથાવત

PDWના કાર્યપાલક ઈજનેર વસાવા કોરોનાગ્રસ્ત, કચેરી સૅનેટાઇઝ ન કરાતા તર્ક વિતર્ક

સ્થાનિક  સ્વરાજયની ચૂંટણીઓ બાદ હવે રાજકીય નેતાઓથી માંડી અધિકારીઓ પણ હવે તંત્રના વાંકે કોરોના સંક્રમણથી પીડાઈ રહયા છે.  જિલ્લામાં વકરેલો કોરોના હવે શાળા, કોલેજ જેવા શિક્ષણ મંદિરોથી ન્યાય મંદિર,પોલીસ ભવન પછી જીલ્લા પંચાયત કચેરીમાં ફેલાયો છે જિલ્લા પંચાયત કચેરીમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કોરોનામાં સપડાતા આરોગ્ય વિભાગની સૂચના અનુસાર હોમકોરન્ટાઇ થયા છે કાર્યપાલક ઈજનેર કોરોના ગ્રસ્ત થતા તેમના સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો સહીત તેઓના સંપર્કમાં આવનારમાં  ફફડાટ વ્યાપ્યો છે એક સપ્તાહ અગાઉ જીલ્લા પંચાયત કચેરીમાં બે કર્મચારીઓ સંક્રમિત થયા બાદ કાર્યપાલક ઈજનેર
કોરોનાગ્રસ્ત થયા પછી કચેરીને સૅનેટાઇઝ કરવામાં ન આવતા જીલ્લા પંચાયત સંકુલમાં અનેક તર્ક વિતર્ક પેદા થયા છે

કોરોનાનું સંક્રમણ જીલ્લા સેવાસદન પરિસરમાં એક બાદ એક અધિકારીઓમાં ફેલાતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપો છે  આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જીલ્લા પંચાયત સંકુલમાં આવેલ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.કે.વસાવા કોરોનામાં સપડાતા હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા છે ઈજનેર એમ કે વસાવા કોરોનામાં સપડાયા હોવાની માહિતી બહાર આવતા તેમની કચેરીમાં ફરજ બજાવતા અન્ય અધિકારીઓ,કર્મચારીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ભારે ચિંતા ફરી વળી છે

અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહયા છે. રેપીડ પોઝીટીવ કે આરટીપીસીઆર પોઝીટીવ કેસના આંકડા તંત્ર દ્વારા જાહેર કરાતા નથી પરીણામે જિલ્લામાં કયો વિસ્તાર ? વધુ સંક્રમીત છે તે હકીક્ત થી બેખબર લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ફરી રહયા છે પરીણામે સંક્રમણ વધુ ઝડપે વકરી રહયું છે. કોરોનાથી વિદ્યાર્થીઓને બચાવવા લગભગ એક વર્ષ સુધી બંધ રખાયેલ શાળાઓ ફરી શરૂ કરાતાં વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં સંક્રમણ લાગુ પડી રહયું છે.  જિલ્લામાં શિક્ષણ મંદિર બાદ વકરેલ કોરોના વાયરસ કોર્ટ સંકુલ,જીલ્લા પોલીસ ભવન પછી જીલ્લા પંચાયત કચેરીમાં દસ્તક દેતા કાર્યપાલક ઈજનેરને શિકાર બનાવતા જીલ્લા સદન પરિસરમાં ફફડાટ વ્યાપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.