Western Times News

Gujarati News

ગત વર્ષની જેમ દેશમાં લોકડાઉનની આશંકા નથી : આરબીઆઇના ગવર્નર

નવીદિલ્હી: ભારતીય રિઝર્વ બંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રના બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ અને પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે આરબીઆઇ કીમત અને નાણાંકીય સ્થિરતા બનાવી રાખતા અર્થવ્યવસ્થામાં પુનરૂધ્ધાર માટે પોતાના તમામ નીતિગત ઉપાયોના ઉપયોગને લઇ પ્રતિબધ્ધ છે

દાસે એક અખબારના ઇકોનોમિક કોનકલવેમાં કહ્યું કે અમે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયાને આગળ વધારવામાં આવે તેમણે કહ્યું કે આ સમયે કોઇને પણ ગત વર્ષ જેવું લોકડાઉનની આશંકા નથી
એ યાદ રહે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ ૨૦૨૧-૨૨નું બજેટ રજુ કરતા જાહેર ક્ષેત્રની બે બેકો અને એક સાધારણ વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ કર્યો હતો એક સવાલના જવાબમાં તેમણે એ પણ કહ્યું કે આર્થિક પુનરૂધ્ધાર નિર્બાધ રીતે જારી રહેવું જાેઇએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે આરબીઆઇના ૧૦.૫ ટકા વૃધ્ધિ અનુમાનોને ઘટાડવાની જરૂરત લાગતી નથી

દાસે કહ્યું કે આરબીઆઇ માટે પ્રભાવિત નિયમન પ્રાથમિકતા છે અને કાયદો કાનુન એવો ન હોવો જાેઇએ જે નાણાંકીય પ્રૌદ્યોગિકીને પ્રોત્સાહિત કરે તેમણે કહ્યું કે મજબુત મુડી આધારની સાથે બેંક ક્ષેત્રની નાણાંકીય સ્થિતિ નૈનિક માનદંડોની સાથે સંચાલન વ્યવસ્થા બનાવી રાખવી અમારી પ્રાથમિકતા છે. દાસે કહ્યું કે ગ્રાહકોને સારી સેવા આપવા માટે પ્રૌદ્યોગિક અને નવપ્રવર્તનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. લોકોને પ્રત્યક્ષ અંતરણ લાભ પહોંચાડવા માટે ૨૭૪ કરોડ ડિઝીટલ લેવડદેવડને સુગમ બનાવવામાં આવી અને તેમાં મોટાભાગે મહામારી દરમિયાન થઇ

ક્રિપ્ટો કરેંસી બાબતમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંક આ સંદર્ભમાં નાણાંકીય સ્થિરતાને લઇ ચિંતાાઓનું આકલન કરી રહ્યું છે દાસે કહ્યું કે અમે ક્રિપ્ટોકરેંસીને લઇ અમારી ચિંતાઓથી સરકારને માહિતગાર કરાવવામાં આવી છે તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે સરકાર તેના પર નિર્ણય કરશે મને લાગતુ નથી કે ક્રિપ્ટોકરેંસી પર આરબીઆઇ અને સરકારના મતમાં કોઇ અંતર છે.તેમણે કહ્યું કે આ સમયે કોઇને પણ ગત વર્ષ જેવા લોકડાઉનની આશંકા નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.