Western Times News

Gujarati News

કોરોના મહામારીમાં સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્લેસમેન્ટ-૨૦૨૧ નુ સફળ આયોજન

કોરોના મહામારીમાં ભારત ફાર્મા ક્ષેત્રમાં પોતાનું સ્થાન વિશ્વમાં મોખરે રાખવામા સફળ થયેલ  છે. ફાર્મસી ક્ષેત્રે ઘણી બધી નોકરી તથા વ્યવસાયો ની તકો રહેલી છે.

આ મહામારી માં ફાર્મસી ક્ષેત્રે તકો વધી રહી છે. આ અનુસંધાને ફાર્મસી માં અભ્યાસ માટે ઘસારો રહેવાની પ્રબળ શક્યતાઓ છે ત્યારે સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયંસિસ, ગાંધીનગર ખાતે બી.ફાર્મ સેમેસ્ટર-૮ તથા એમ.ફાર્મ સેમેસ્ટર-૪ ના તમામ વિધ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ-૨૦૨1 નું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં કુલ ૧૦ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ભાગ લીધો હતો.જેમાં બાયોવેટ(હીમતનગર), સોકસા ફાર્મા(હીમતનગર), બાયોમેટ્રિક્સ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ(અમદાવાદ), સુશેન મેડિકમેંટોસ પ્રાઈવેટ લિમિટેડ(અમદાવાદ) ,

થાયલાકોઈડ બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ(ગાંધીનગર), પ્લેનેટ હેલ્થકેર(અમદાવાદ), જીવીકે-ઇએમઆરઆઇ(અમદાવાદ), મોંટેજ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ(હીમતનગર) ,

ડો.કેટાલિસ્ટ-મેડિટેબ સોફવેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ(અમદાવાદ) અને એકયુપ્રેક રિસર્ચલેબ પ્રાઈવેટ લિમિટેડ(અમદાવાદ)જેવી કંપનીઓએ ઉત્પાદન, સંશોધન, ઔષધિ વિતરણ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, તથા ગુણવત્તા નિયંત્રણ ક્ષેત્રમાં કુલ ૧૪૧જગ્યાઓ ભરવા માટે ભાગ લીધો હતો.

આ પ્લેસમેન્ટ માં અલગ અલગ શૈક્ષણીક સંસ્થાઑજેવી કે અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી, સ્વામીનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજ, શ્રીમતિ એસ.એમ. શાહ ફાર્મસી કોલેજ

તથા એ.પી.એમ.સી. કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ માથી કુલ ૧૪૦ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાથી કંપનીઓ દ્વારા કુલ 67 જગ્યાઓની ફાળવણી કરવામાં આવી હતી તથા ૭૧ વિધ્યાર્થીઓને સોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક વિધ્યાર્થીઓને એક કરતાં વધારે કંપનીઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

કારકિર્દી ની શરૂઆત માં વિધ્યાર્થીઓને વિવિધ કંપનીઑ દ્વારા પર્ફોર્મન્સ આધારિત ૧૨૦૦૦ રૂ. થી ૨૨૫૦૦ રૂ. સુધીની માસિક આવક ઓફર કરવામાં આવી હતી.આ વિધ્યાર્થીઑ અત્યારે છેલ્લા વર્ષા માં અભ્યાસ કરી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેઓ પણ તેમના રસક્ષેત્રે કામ કરવા માટે ઉત્સાહિત લાગતાં હતાં.

આ કોરોના વૈશ્વિક મહામારી માં ફાર્માસ્યુટિકલ જ એવું ફિલ્ડ છે જેમાં સતત પ્રગતિ અનિવાર્ય હોય વિદ્યાર્થીઓ આ ક્ષેત્ર માં રસ દાખવીને આગળ વધે અને સ્વાસ્થ્યમય સમાજ ના નિર્માણ માં પોતાની ભૂમિકા સમજી શકે તેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે કંપનીના પ્રતિનિધિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તથા સાથે સાથે બહારથી ભાગ લેવા આવેલી  શૈક્ષણીક સંસ્થાઑ ના પ્રતિનિધિઑ નું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં વિધ્યાથીઓને નોકરી મળી રહે તેવો અભિગમ કોલેજનો હોવાથી તેનો પ્રત્યક્ષ ફાયદો વિધ્યાર્થીઓને મળે છે. સંસ્થા ના પ્રમુખ શ્રી કે. જી. પટેલે કંપની દ્વારા પસંદગી પામેલ વિધ્યાર્થીઑને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.