Western Times News

Gujarati News

નાસિકના બજારમાં જવા લોકોએ ટિકિટ લેવી પડશે

નાસિક: કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસો પર અંકુશ મેળવવા માટે નાસિક નગર નિગમ અને પોલીસ પ્રશાસને અનોખો નિયમ લાગુ કર્યો છે. જે હેઠળ નાગરિકોએ માર્કેટમાં જવા માટે પાંચ રુપિયાની ટિકિટ લેવી પડશે. આ ટિકિટનો સમય એક કલાક પૂરતો મર્યાદિત રહેશે. જેથી બજારમાં જતી વ્યક્તિએ પાંચ રુપિયાની ટિકિટ ખરીદી એક જ કલાકમાં ખરીદી કરી લેવાની રહેશે.

ખાસ મુદ્દો એ છે કે, આ નિયમનો ભંગ કરનારને ૫૦૦ રુપિયા દંડ ભોગવવો પડશે. તંત્રનું માનવુ છે કે આ નિયમ બજારમાં જનારા લોકો મર્યાદિત સંખ્યામાં જાય અને બજારોમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોના પાલન માટે મદદરુપ બનશે.

રિપોર્ટ મુજબ પાંચ રુપિયાની આ ફી નાસિક નગર નિગમ વસૂલશે અને તેનો ઉપયોગ કોરોના પર અંકુશ મેળવવા માટે કરાશે. પોલીસ તંત્ર આ નિયમનો કડક રીતે પાલન કરાવશે. આ નવો અને વિચિત્ર નિયમ મંગળવાર કે બુધવારથી શહેરના મુખ્ય બજારોમાં લાગુ કરાશે. મુખ્ય બજારોને સીલ કરી દેવામાં આવશે અને એક જ એન્ટ્રી પોઇન્ટ રાખવામાં આવશે.

આ નિયમ મુજબ લારીઓવાળા, દુકાનદારો અને વેપારીઓને પાસ આપવામાં આવશે જ્યારે આ બજાર વિસ્તારોમાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવી એન્ટ્રી લેવાની રહેશે.
જાેકે નાસિક નગર નિગમના આ નિયમને નાગરિકોએ વિચિત્ર ગણાવ્યો હતો, તેમનુ માનવુ છે કે પોલીસ તંત્ર ઇચ્છે તો પાંચ રુપિયા વસૂલ્યા વગર જ ભીડ પર કન્ટ્રોલ કરી શકે છે. અહીં સુધી કે નાસિક ટ્રેડર્સ એસોસિએશને પણ નિયમને લઇને વાંધો ઉઠાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.