Western Times News

Gujarati News

સાઉદી આરબે કલમ ૩૭૦ બાબતે પાકિસ્તાનને આઇનો બતાવ્યો

રિયાદ: આખરે સાઉદી આરબના એક મુખ્ય અખબારે એવું શું લખ્યું કે પાકિસ્તાની સરકારમાં ખલબલી મચી ગઇ.હકીકતમાં સાઉદી આરબના મુખ્ય અખબાર સાઉદી ગજટે કહ્યું છે કે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ મોદી સરકારે આ વિસ્તારના વિકાસ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમ શરૂ કર્યા છે. જમ્મુ કાશ્મીરના યુવકોનું આ યોજનાઓ પર સકારાત્મક વલણ જાેવા મળી રહ્યું છે અખબારમાં કહેવામાં આવ્યું છે કે ઘાટીના યુવાનો નવા ભારતની પ્રગતિ અને સંપન્નતાનો હિસ્સો બનવા ઇચ્છે છે.

એ યાદ રહે કે સાઉદી ગજટ સાઉદી આરબનું એક મુખ્ય અંગ્રેજી અખબાર છે. એ યાદ રહે કે પાકિસ્તાને ભારતની વિરૂધ્ધ કલમ ૩૭૦ પર સમર્થન હાંસલ કરવા માટે સાઉદી આરબથી ખુબ પ્રયાસ કર્યો હતો આ મામલાને લઇ બંન્ને દેશો વચ્ચે સંબંધોાં તનાવ પણ પેદા થયા હતાં હવે અખબારના આ નવા રિપોર્ટ બાદ પાકિસ્તાન અને સાઉદી વચ્ચે સંબંધોમાં મોટી તિરાડ પેદા થઇ શકે છે.

પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર સાઉદી આરબની ટીકા કરી પોતાના પગ પર કુહાડી મારી લીધી હતી અને કલમ ૩૭૦ન લઇ અને અન્ય કારણોથી બંન્ને દેશોના સંબંધોમાં તનાવ આવ્યો હતો જાે કે સાઉદી અરબથીે પાકિસ્તાનને મળનારી આર્થિક મદદનો ઇતિહાસ રહ્યો છે. પાકિસ્તાની મદરેસાને સાઉજીથી યોગ્ય ફંડ મળી રહ્યું છે પાકિસ્તાને જયારે ૧૯૯૮માં પરમાણુ પરીક્ષમ કર્યું તો સાઉદીએ દુનિયાના આર્થિક પ્રતિબંધોની અસરથી તેને બચાવ્યું હતું વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાની રૂપિયો જયારે પુરી રીતે તુટી ગયો હતો ત્યારે સાઉદી ઇસ્લામબાદને દોઢ અરબ ડોલરની મદદ કરી હતી.

૨૦૨૦માં સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન જયારે પાકિસ્તાન પ્રવાસે ત્યારે ગયા હતાં જયારે પાકિસ્તાન પુરી રીતે બરબાદ થવાના આરે હતું. પાકિસ્તાન આર્થિક સંકટમાં ફસાયેલું હતું. વિદેશી મુદ્રા ભંડાર એટલો ઓછો થઇ ગયો હતો કે તે તેલના આયાત બિવ વળતર કરવા લાયક પણ બચ્યુ ન હતું જયારથી ૨૦૧૯માં જયારે ઇમરાન ખાને વડાપ્રધાન પદના સોગંદ લીધા હતાં ત્યારથી પાકસ્તાન ખુદને ડિફોલ્ટર થવાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.