Western Times News

Gujarati News

નિલંબિત અધિકારી વાજેની નવ એપ્રિલ સુધી NIA રિમાંડ વધારવામાં આવી

મુંબઇ: એટીલિયા કેસમાં મુંબઇ પોલીસના નિલંબિત અધિકારી સચિન વાડેની એનઆઇએની હિરાસતની મુદ્દત નવ એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આગામી બે દિવસોમં સીબીઆઇની ટીમ પણ સચિન વાજેની પુછપરછ કરશે જયારે આ પહેલા એનઆઇએ વ્યાપારી મનસુખ હિરેનના મોતના મામલાની તપાસના સંબંધમાં સચિન વાજેને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ લઇ ગઇ હતી.

એ યાદ રહે કે હિરેનનું જે દિવસે મોત થયું હું વાજએે તે દિવસે અહીથી નજીક થાણે માટે ટ્રેન પકડી હતી. પોલીસના એક અધિકારીએ કહ્યું કે ચાર માર્ચની સીસીટીવી ફુટેજમાં વાજે સીએમએમસીટથી થાણે માટે ટ્રેન પકડતા જાેવા મળ્યા હતાં આથી વસ્તુઓને સમજવા માટે એનઆઇએએ મંગળવારની રાતે વાજેને સ્ટેશન પર લઇ ગઇ ત્યારબાદ એનઆઇએ વાજેને થાણે જીલ્લાના મુંબ્રા ક્રીક લઇ ગઇ જયાંથી પાંચ માર્ચે હિરેનનું શબ કબજે કરવામાં આવ્યું હતું.

એ યાદ રહે કે ૨૫ ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઇમાં મુકેશ અંબાણીના ઘરની પાસે એક એસયુવીથી જિલેટિનની છડીઓ કબજે કરવામાં આવી હતી અને ત્યારબાદ હિરેનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત બાદ આજે એનઆઇએની તપાસના ધેરામાં આવ્યા હતાં.વાજેની ૧૩ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે સીએસએમટી પર તપાસ દરમિયાન એનઆઇએના અધિકારીઓએ વાડેને પ્લેટફોર્મ નંબર ચાર પર ચાલવા માટે કહ્યું જેથી સીસીટીવી ફુટેજમાં જાેવા મળેલ વ્યક્તિ અને તેમની ચાલની સરખામણી કરી શકાય ત્યારબાદ વાજેને મુંબ્રા ક્રીક લઇ જવામાં આવ્યા હતાં જયાં ગત મહિને હિરેનનું શબ કબજે કરવામાં આવ્યું હતું.

એનઆઇએટીમ સીએસએમટી અને મુબ્રા ક્રીક પર એક એક કલાકથી વધુ રોકાઇ હતી તેમની સાથે નજરે જાેનાર ફોરેસિંક નિષ્ણાંતો અને રેલવે સુરક્ષા દળના અધિકારીઓ પણ હાજર હતાં આ પહેલા એનઆઇએ વાડેને એક પાંચ સિતારા હોટલ લઇ ગઇ જયાં તે નકલી ઓળખ પત્ર બતાવી રોકાયા હતાં ઉપનગરીય અંધેરી ખાતે એક કાર્યાલય જયાં કહેવાતી રીતે પુરૂ કાવતરૂ રચવા માટે બેઠક કરવામાં આવી હતી અને મુંબ્રા ક્રીક સહિત અનેક સ્થાનો પર લઇ ચુકી છે એનઆઇએએ તપાસ દરમિયાન વાજે દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ અનેક મોંઘા વાહનો પણ જપ્ત કર્યા છે.

એનઆઇએ આજે હિરાસતની મુદ્‌ત પુરી થતા વાજેને સ્પેશલ કોર્ટમાં હાજર કર્યા હતાં. એનઆઇએએ સચિન વાજેની વધુ ચાર ચાર દિવસ રિમાન્ડ માંગી હતી તેના પર વાજેના વકીલે કહ્યું કે તે એનઆઇએની માંગનો વિરોધ કરશે નહીં તેમણે એ પણ કહ્યું કે વાજે સીબીઆઇ તપાસમાં પણ સહયોગ આપવા તૈયાર છે જાે કે તેમણે એ વાત પર વાંધો ઉઠાવ્યો કે વાજેને હાથકડી લગાવી સીએસએમટી સ્ટેશન લઇ જવામાં આવ્યા.એનઆઇએએ મુંબઇ પોલીસના નિલંબિત પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને નરેશ ધારેની ન્યાયિક હિરાસતની પણ માંગ કરી હતી તેમની મનસુ હિરેન હત્યાકાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. હિરેનના મોતના મામલામાં વાજેની કહેવાતી ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. એનઆઇએએ ૧૩ માર્ચે વાજેની ધરપકડ કરી હતી ધરપકડ બાદ એનઆઇએ કોર્ટે વાજેને ૨૫ માર્ચ સુધી એનઆઇએની રિમાંડ પર મોકલી આપ્યા હતાં બાદમાં તેને વધારી ૩ એપ્રિલ કરી હતી અને હવે સાત એપ્રિલ કરી દેવામાં આવી છે.

એનઆઇએની ટીમને માહિતી મળી છે કે વાજે દક્ષિણ મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટલથી વસુલી રેકેટ ચલાવતા હતાં હોટલમાં તેમના માટે ૧૦૦ માટે રૂમ બુક હતો જેનું વળતર એક કારોબારીએ કર્યું હતું.હોટલમાં તેમણે આધાર કાર્ડ જમા કરાવ્યું હતું નોટ ગણવાની મશીનની સાથે વાજેથી હોટલમાં મળવા આવનાર મીના જયોર્જ નામની મહિલા એનઆઇએની પકકડમાં છે. એક કલબના માલિકથી પણ પુછપરછ જારી છે. વાજેની કરતુતોને લઇ એનઆઇએ મુંબઇ પોલીસના ત્રણ ડઝન અધિકારીઓથી પુછપરછ કરી ચુકી છે. તેમાં ક્રાઇમ ઇનવેસ્ટિંગેશન ટીમ સીઆઇયુમાં વાજેના સાથી રહેલ પોલીસ અધિકારી પણ સામેલ છે. વાડે સીઆઇયુના ઇન્ચાર્જ હતાં

આ દરમિયાન મુંબઇ પોલીસના વર્તમાન કમિશ્નર હેમંત નાગરાલે પોતાના રિપોર્ટમાં સચિન વાજે અને તેમની પોસ્ટીંગને લઇ જે વાત કહી છે તેનાથી પરમબીર સિંહ સવાલોના ચક્રવ્યુહમાં ફસાતા નજરે પડી રહ્યાં છે. વાજેની બગાલી પરમબીર સિંહના નિર્દેશો પર થઇ હતી અને વાજે તેમને સીધો રિપોર્ટ કરતા હતાં આ રિપોર્ટમાં નવ મહીના કાર્યકાળનો બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.