Western Times News

Gujarati News

અમદાવાદમાં તમાકુ- ગુટખાની ધૂમ કાળાબજારી શરૂ થઇ ગઇ

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કારણે અત્યારે જે ભયાનક માહોલ સર્જાયો છે તેના કારણે પ્રશાશનના ધબકારા સતત વધી રહયા છે. રાજ્યમાં રોજના ૫૦૦૦ નવા કેસો આવી રહ્યા છે.મૃત્યુઆંકની જાે વાત કરીએ તો , ગઈ કાલે જ રાજ્યમાં ૨૪ કલાકની અંદર ૪૭ લોકોના મોત થયાનું રેકોર્ડ સરકારી ચોપડે દાખલ થયું હતું.રાજ્યમાં મહાનગરોમાં તો કોરોનાંને લીધે પરિસ્થતિ ખરાબ છે જ જાેડે નાના મોટા તાલુકા અને જિલ્લામાં કોરોનાનો આતંક ખુબજ વધારે જાેવા મળી રહ્યો છે.
રાજ્યની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે સામ , દામ , દંડ, ભેદ સહીત ચારેય માર્ગો અપનાવ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને ઘટાવવા માટે પાનના ગલ્લાને હુકમ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનું પ્રશાશન દ્વારા ર્નિણય લેવામાં આવ્યું હતું.

પ્રશાશન દ્વારા લેવાયેલા ર્નિણયનું અમલ શહેરમાં કેટલી હદે સફળ ગયું છે જાે કે કેટલાક વિસ્તારોમાં પ્રશાસનના નિયમનો સરેઆમ ભંગ થયો હતો અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લા સંપૂર્ણ બંધ રહ્યાં હતાં. તેમ છતાં શહેરના કોટ વિસ્તારમાં ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા , કાલુપુર, શાહપુર, જમાલપુર અને દરિયાપુરવિસ્તારમાં કેટલાક પાનના ગલ્લા બંધ બારણે ચાલુ છે તો કેટલાક પાનના ગલ્લા પોલીસના ખોફ વિના બિન્દાસ્ત ચાલુ રહ્યાં હતાં આવા ગલ્લાના માલિકો સરકારની ગાઈડ લાઈનની પરવાહ કર્યા વિના તમ્બાકુ અને ગુટખાની બેફામ કાળા બજારી કરી રહ્યાં હતાં તમ્બાકૂ અને
ગુટખાની એમ આર પી કરતા બે ગુણી કિંમત તેઓ ગ્રાહક પાસેથી વસૂલી રહ્યાં હતાં.

આરએમડી ( જૂની કિંમત ૭ ) ( કાળા બજારીમાં કિંમત ૧૫ રૂ) તાનસેન ( જૂની કિંમત ૫ ) (કાળા બજારીમાં કિંમત ૧૦ ) વિમલ ( જૂની કિંમત ૫ ) ( કાળા બજારીમાં કિંમત ૧૦ ) પાન વિલાસ ( જૂની કિંમત ૫ ( કાળા બજારીમાં કિંમત ૧૦ ) મિરાજ ( જૂની કિંમત ૧૦ ) ( કાળા બજારીમાં કિંમત ૨૦ રૂપિયા) ભાવો દુકાનદારો વસૂલી રહ્યા છે અને સરકારી ગાઈડ લાઇનનું બિન્દાસ્ત પણે ઉલ્લઘન કરી રહ્યા છે.આ સમાચાર સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે પોલીસની આવા દુકાનદારોની ઉપર રહેમ નજર છે કે પછી આવા દુકાનદારોની સામે પોલીસને કાર્યવાહી કરવામાં આળસ આવી રહી છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.