Western Times News

Gujarati News

અંતિમ સંસ્કાર વધવાના લીધે સ્મશાનની ચીમનીમાં તિરાડ

અમદાવાદ: માત્ર લોકોને જ નહીં પરંતુ, કોવિડ-૧૯ના કેસોમાં વધારા દરમિયાન સળગતી સ્મશાનની ચીમનીઓ પણ ગરમીનો અનુભવ કરી રહી છે. સોમવારે, વાડજ સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રિક ભઠ્ઠી પરની ચીમની, જે મૃતદેહોના વધારાને સંભાળી રહી છે,

તેમાં રાત-દિવસ ચાલુ રહેવાના કારણે વધારે તાપના લીધે તિરાડો પડી ગઈ હતી. ભઠ્ઠીને થોડા કલાક માટે બંધ રાખવામાં આવી હતી અને ચીમનીને સમારકામ માટે નીચે લાવવામાં આવી હતી. ભઠ્ઠી અને ચિતા પર ચારથી પાંચ મૃતદેહોના અંતિમ સંસ્કારની સામે, સ્મશાનમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના ૨૦ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. સતત તાપના કારણે મિશ્રિત ધાતુમાંથી બનાવવામાં આવેલી ચીમનીના અંદરના ભાગમાં તિરાડ પડવા લાગી હતી.

તેથી તેને સમારકામ માટે નીચે લાવવામાં આવી હતી’, તેમ એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું. મહામારીના કારણે શહેરમાં મૃત્યુઆંક વધ્યો છે અને સ્મશાનગૃહો ૨૦૨૦ કરતાં પણ વધારે વ્યસ્ત છે. વાડજમાં આવેલું સ્મશાન એક માત્ર એવું નથી જ્યાં ચીમનીનું સમારકામ કરવામાં આવ્યું હોય, નરોડા પાસે આવેલા ચામુંડા સ્મશાનમાં પણ આ જ કારણથી સમારકામ માટે ચીમની નીચે ઉતારવામાં આવી હતી. હકીકતમાં, સ્મશાનગૃહ યુદ્ધના ધોરણે વધુ બે સ્લોટ બનાવી રહ્યું છે.

જેથી, સુનિશ્ચિત થાય કે તેઓ દિવસમાં ૨૦થી વધુ મૃતદેહો પર ધ્યાન આપી શકે. સુરતમાં પણ, કોવિડ-૧૯ના કેસો વધતાં અને ઓછામાં ઓછા ૧૭૦ મૃત્યુની વચ્ચે સતત ઉપયોગના કારણે સ્મશાનમાં ભઠ્ઠી પર બનાવવામાં આવેલી ધાતુની પ્લેટ ઓગળવા લાગી છે. શહેરની કબ્રસ્તાનમાં પણ આવું જ છે, જ્યાં પહેલીવાર એક મૃતદેહને દફનાવવાની સામે વધારે મૃતદેહોને સમાવવા માટે કબર ખોદવા અર્થ મૂવિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોરા ભાગળ કબ્રસ્તાન પર, મંગળવારે કોવિડ-૧૯થી મૃત્યુ પામેલા ૨૨ જેટલા મુસ્લિમોના મૃતદેહને દફનાવવા માટે અર્થ મૂવિંગ મશીનનો ઉપયોગ કરીને એક મોટી કબર ખોદવામાં આવી હતી. શહેરમાં ૧૪ જેટલા કબ્રસ્તાન છે અને તેમાંથી મોરા ભાગળ સૌથી મોટું છે. અમારા અંદાજ પ્રમાણે, રોજની સરેરાશ ૪૦ જેટલા મૃતદેહોને (કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા) અલગ-અલગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.