Western Times News

Gujarati News

ભારતમાં એક દિવસમાં ૨.૧૬ લાખથી વધુ કોરોના સંક્રમિત થયા

૩૧ માર્ચના રોજ એક્ટિવ કેસનો આંકડો ૬ લાખ પર હતો, એક્ટિવ કેસ જે રીતે વધી રહ્યા છે તેની જાેતા કોરોના વધારેને વધારે ઝડપથી ફેલાઈ શકે છે
નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે પ્રાણ ઘાતક સાબિત થઈ રહી છે. આવામાં સતત બીજા દિવસે કોરોનાના ૨ લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. બુધવારે જે કેસ નોંધાયા હતા તેના કરતા નોંધાયેલા કેસમાં ૯%નો ઉછાળો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧,૧૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે, જે ૧૮ સ્પ્ટેમ્બર ૨૦૨૦ પછીનો સૌથી મોટો આંકડો છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર થઈ ગઈ છે. આ મહિને કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે

તેની સાથે એક્ટિવ કેસનો આંકડો વધારેને વધારે મોટો થઈ રહ્યો છે, ૩૧ માર્ચના રોજ એક્ટિવ કેસનો આંકડો ૬ લાખ પર હતો. એક્ટિવ કેસ જે રીતે વધી રહ્યા છે તેની સાથે કોરોના વાયરસ વધારેને વધારે ઝડપથી ફેલાઈ શકે છે અને મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે. ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક દિવસમાં નોંધાતા કેસના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ ૬૧,૬૯૫ કેસ એક દિવસમાં નોંધાયા છે.

દેશમાં ૨૪ કલાકમાં કુલ ૨,૧૬,૯૦૨ કેસ ગુરુવારે નોંધાયા છે. મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો છે, પરંતુ હજુ પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક વધી રહ્યા હતા તેના કરતા ગતિ ધીમી છે. ૪ રાજ્યોમાં કોરોનાના કારણે ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૪૯ દર્દીઓએ કરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. આ પછી છત્તીસગઢ (૧૩૫), દિલ્હી (૧૧૨) અને ઉત્તરપ્રદેશ (૧૦૪)નો સમાવેશ થાય છે, કે જ્યાં ૧૦૦થી વધુ દર્દીઓના મોત થયા છે. આ સિવાય ગુજરાતમાં ૮૧, કર્ણાટકામાં ૬૬ અને મધ્યપ્રદેશમાં ૫૩ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. પંજાબમાં ૫૧ લોકોએ કરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

જે ૧૦૦ કેસની સામે થતા મૃત્યુમાં ૨.૭% સાથે સૌથી ઉપર રહ્યું છે. દેશમાં કોરોના કેસ સામે થતા મૃત્યુઆંકની ટકાવારી ૧.૨૨% છે, બીજી લહેર દરમિયાન તેમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તરપ્રદેશમાં ૨૨,૪૩૯ કેસ સાથે મોટો ઉછાળો નોંધાયો છે, મહારાષ્ટ્ર પછી ૨૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાવનારું ઉત્તરપ્રદેશ એકમાત્ર રાજ્ય છે. આ પછી છત્તીસગઢમાં ૧૫,૨૫૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં ૧૬,૬૯૯ નવા કેસ નોંધાયા છે જે બુધવારે નોંધાયેલા રાજ્યના સૌથી વધુ ૧૭,૨૮૨ કરતા ઓછા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.