Western Times News

Gujarati News

મ્યુનિ. હોસ્પીટલોમાં માત્ર ભલામણ આધારીત બેડ ઉપલબ્ધ ?

files Photo

કોરોનાના એક્ટીવ કેસ કરતા બેડની સંખ્યા વધુ છતાં દર્દીઓને હાડમારી : તંત્ર માત્ર આંકડાકીય માયાજાળ રચી રહ્યુ છેઃકોંગ્રેસ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરીકો છેલ્લા દોઢ મહિનાથી કોરોના સામે ઝઝુમી રહ્યા છે. પરંતુ મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સતાધીશો નાગરીકોના આરોગ્ય-રક્ષણ માટે તદ્દન નિષ્ક્રીય અને બેજવાબદાર સાબિત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર અને ગુજરાત હાઈકોર્ટની ફીટીકારથી બચવા માટે રોજ નવી નવી જાહેરાતો થાય છે. જે પૈકી પ૦ ટકાનો અમલ થયો નથી. શહેરમાં રેકોર્ડબ્રેક દનિક બે હજાર કેસ કરતા વધુ કેસ કન્ફર્મ થઈ રહ્યા છે. દર્દીઓના એડમિશન માટે વેઈટીંગ જાેવા મળે છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપલબ્ધ બેડ અને એક્ટીવ કેસની સંખ્યા જાેવામાં આવે તો કોઈપણ નાગરીકને એડમિશન, ઓક્સિજન કે ઈન્જેકશન માટે વલખા મારવાની જરૂરીયાત રહે નહી. દુઃખદ બાબત એ છે કે નાગીરકોના પરસેવાની કમાણીમાંથી કાર્યરત મ્યુનિ. હોસ્પીટલોમાં પણ ભલામણ આધારીત રીઝર્વેશનનો માહોલ હોવાથી આક્ષેપ થઈ રહ્યા છે.

શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ભયાનક બની રહી છે. એવા સમયે નાગરીકોને સમયસર શ્રેષ્ઠ સારવાર મળી રહે એ જાેવાની જવાબદારી મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સતાધીશોની છે. પરંતુ મ્યુનિસિપલ અધિકારીઓ છેેલ્લા ઘણા સમયથી આંકડાકીય માયાજાળ રચી રહ્યા છે. તંત્ર દ્વારા રોજ નવા બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાની મોટી મોટી જાહરાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં બેડ ઉપલબ્ધ નથી. બેડ હોય તો ઓક્સિજન કે વેન્ટીલેટરની અછત હોય છે. અંતે અધિકારીઓ અને શાસકોની અણઆવડતનો ભોગ નાગરીકો બની રહ્યા છે.

તંત્ર દ્વારા ઉપલબ્ધ બેડની સંખ્યા જાહેર કરવામાં આવીે તેને ધ્યાનમાં લેવામાં આવે તો વેઈટીંગ સ્થિતિનુૃ નિર્માણ જ ન થાય.
શહેરમાં ૧૪ એપ્રિલની સ્થિતિએ ૮૬૦પ એેક્ટીવ કેસ હોવાના આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવ્યા છે. જેેની સામે સિવિલ (અસારવા) કેન્સર હોસ્પીટલ, યુએન મહેતા તેમજકીડની હોસ્પીટલમાં લગભગ ર૧૩૦ બેડ કોવિડ પેશન્ટ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે ૧પ ખાનગી હોસ્પીટલોમાં પ૯૭૩ બેડ પેઈડ સારવાર માટે રિઝર્વ કર્યા છે. જ્યારે એસએમએસ અને જીસીએેસના ૩૮ર બેડ વિનામૂલ્યે સારવાર માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. તદુપરાંત, એસવીપીમાં એક હજાર બેડ, શારદાબેનમાં ૧૧૦ તથા એલજીમાં ર૦૦ બેડ કોવિડ પેશન્ટની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે જુની વી.એસ. હોસ્પીટલમાં પણ ટ્રોમા સેન્ટરના બીજા અને ત્રીજા માળે ૧૦૦ જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલમાં ૩પ૦ બેડ ઉપલબ્ધ છે.

આમ, આ તમામ હોસ્પીટલો માં ઉપલબ્ધ બેડની કુલ સંખ્યા દસ હજાર જેટલી થાય છે. તંત્રના દાવા અને આંકડા સાચા હોય તો કોરોના પશન્ટને એડમિશન માટે રઝળપાટ કરવાની જરૂર રહેતી નથી. નોંધનીય છે કે એકટીવ કેસ પૈકી ૩૦ ટકા જેટલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોય છે. તેથી તંત્રની જાહેરાતો મુજબ ગણતરી કરવામા આવેે તો એક હજાર જેટલા બેડ ખાલી હોવા જાેઈએ.

કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડો.અમિત નાયક અને પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા બેડ તૈયાર કરવામાં આવે તો સ્ટાફ નથી, સ્ટાફ હોય તો ઓક્સિજન કે ઈન્જેકશન નથી.નામદાર હાઈકોર્ટમાં જવાબ આપવાનો હોવાથી જાહેરાતો કરીને સંખ્યા વધારવામાં આવી રહી છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ હોય છે. ખાનગી હોસ્પીટલો સાથે કરાર કર્યા હોવાના દાવા થાય છેે. પરંતુ આ કરાર એકતરફી હોય છે.

હોસ્પીટલ સંચાલકો સાથે આ અંગે વાતચીત થતી હોય એમ લાગી રહ્યુ નથી. અન્યથા બે વર્ષથી બંધ સેટેેલાઈટ હોસ્પીટલ કોવિડ હોસ્પીટલ જાહેર થઈ ન હોત. અ.સી.ચેમ્બરમાં બેઠા બેઠા રોજ બે-ત્રણ કલાક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગો કરવાથી કોરોના કાબુમાં આવશે નહી. તે બાબત અધિકારીઓ જેટલા વહેલા સમજશે એ નાગરીકોના આરોગ્ય માટેે સાચુ રહેશે તેમ તમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.