Western Times News

Gujarati News

સોશિયલ ડિસ્ટન્સિંગ રખાય તો હવા સંક્રમિત નહીં રહે

Files Photo

વોશિંગ્ટન: પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ધ લાંસેટમાં છાપવામાં આવેલા એક સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે કેમ હવા દ્વારા કોરોના વાયરસ ફેલવાની શક્યતા વધી ગઈ છે. જેના કારણે લોકોમાં હવે હવાથી આ વાયરસ ફેલાવાની વાતને લઈને ડર પેસી ગયો છે. જાેકે મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ફહીમ યૂનુસનું કહેવું છે કે લાંસેટની અહેવાલ પછી પણ આપણે ડરવાની જરુર નથી. અમને ખબર છે કે કોવિડ૧૯ વાયરસ કઈ રીતે હવામાં ફેલાય છે. ડો. ફહીમનું કહેવું છે કે લોકોએ કાપડના માસ્ક પહેરવાનું બંધ કરવું જાેઈએ.

તેમણે કહ્યું કે ‘બે એન ૯૫ અથવા કેએન ૯૫ માસ્ક ખરીદો. એક દિવસમાં એક માસ્ક વાપરો. ઉપયોગ કર્યા પછી, તેને કાગળની થેલીમાં રાખી દો અને બીજા દિવસે બીજાનો ઉપયોગ કરો. આવી રીતે માસ્ક દર ૨૪ કલાકે એકબીજાની વચ્ચે અદલી બદલીને પહેરો.જાે માસ્કને નુકસાન ન થયું હોય તો તેનો ઉપયોગ અઠવાડિયા સુધી કરી શકાય છે. ડો.ફહિમે સ્પષ્ટતા કરી છે,

‘હવાથી વાયરસના ફેલાવાનો અર્થ એ નથી કે હવામાં ચેપ લાગ્યો છે. આનો અર્થ એ છે કે વાયરસ હવામાં સતત રહી શકે છે. એટલે ઇમારતોની અંદર પણ વધુ ભય પેદા કરે છે. ‘ તેમનું કહેવું છે કે માસ્ક વિના સામાજિક અંતરને અનુસરીને પાર્ક અને દરિયા કિનારે તમે હજુ પણ સુરક્ષિત છો. ધ લાંસેટમાં પ્રકાશિત આ અધ્યયનમાં જણાવાયું છે કે વાયરસના સુપરસ્પ્રેડર ઇવેન્ટ મહામારીને ઝડપથી આગળ ધપાવે છે. તેમાં કહેવાયું છે કે આવા સંક્રમણનું એરોસોલ દ્વારા ફેલાવું વધુ સરળ છે ટીપાંના બદલે.

આવી ઘટનાઓની મોટી સંખ્યાના આધારે, આ સંક્રમણને મહત્વપૂર્ણ ગણી શકાય. ક્વોરન્ટિન હોટેલોમાં એકબીજાને અડીને આવેલા રુમમાં રહેતા લોકો વચ્ચે સંક્રમણ ફેલાયું હોવાનું જાેવામાં આવ્યું છે પછી તેઓ ભલે એક બીજાના રુમમાં ગયા ન હોય. ડોક્ટર ફહીમનું કહેવું છે કે જાે શક્ય હોય તો, દૈનિક તાપમાન, શ્વાસની ગતિ, પલ્સ અને બીપીને માપો. મોટાભાગના સ્માર્ટફોનમાં પલ્સ ઓગ્ઝિમેટ્રી એપ્લિકેશન હોય છે. જાે તેમાં ઓગ્ઝ ૯૦ ની નીચે હોય અથવા બીપી ૯૦ સિસ્ટોલિકની નીચે જાય, તો ડોક્ટર સાથે વાત કરો. ૬૦-૬૫ વર્ષની ઉંમરે હાઈ બીપી, ચરબી, ડાયાબિટીઝથી પીડાતા લોકોને કોરોનાનું જાેખમ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.