Western Times News

Gujarati News

કાશ્મીર : ૩૨૦ સ્થાનિક લીડરો હજુય નજરકેદમાં

File Photo

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ આને લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ૨૦૫૦થી વધુ સ્થાનિક લીડરોને તરત જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જા કે,સ્થિતિમાં ધીમીગતિએ સુધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે હવે કાશ્મીરના સ્થાનિક નેતાઓને મુક્ત કરવાનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે.

જા કે, જમ્મુ કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા હજુ પણ નજરકેદ હેઠળ છે. તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી હોવા છતાં તેમને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાને પણ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ તરત જ હજારો સ્થાનિક નેતાઓને પકડી લેવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણમાંથી ૨૦૫૦ જેટલા સ્થાનિક નેતાઓને બાનમાં લેવાયા હતા પરંતુ છેલ્લા બે સપ્તાહના ગાળામાં જ Âસ્થતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ મોટાભાગના સ્થાનિક નેતાઓને છોડી મુકવામાં આવ્યા છે.

છેલ્લા થોડાક સપ્તાહમાં જ હવે નજરકેદ હેઠળ રાખવામાં આવેલા નેતાઓની સંખ્યા ૨૦૫૦થી ઘટીને ૩૨૦ થઇ ગઇ છે. વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, મોટાભાગના છેલ્લા બે સપ્તાહમાં છુટી ગયા છે. હજુ ઘણાને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. મોટાભાગના સ્થાનિક નેતાઓને પર્સનલ બોન્ડ અને બાંહેધરીના આધાર પર છોડી મુકવામાં આવ્યા છે.

જા કે, મુફ્તી અને ઓમર અબ્દુલ્લા હાલમાં પણ નજર કેદ હેઠળ છે. ઓમરને હરિનિવાસ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે જ્યારે મુફ્તીને ચશ્મેશાહીમાં રાખવામાં આવ્યા છે જે ઓમર અબ્દુલ્લાને જ્યાં રાખવામાં આવ્યા છે તે હરિનિવાસ ગેસ્ટહાઉસ ગુપતર રોડથી આશરે એક કિલોમીટરના અંતરે સ્થિતિ  છે.

આ બંને નેતાઓ હાઈપ્રોફાઇલ નેતાઓ છે અને તેમને સઘન સુરક્ષા હેઠળ નજરકેદમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષા પાસાઓને ધ્યાનમાં લઇને આ બંને નેતાઓની અટકાયતમાં રાખવામાં આવ્યા છે. વર્તમાન રાજકીય અટકાયતીઓની સંખ્યા હવે ૩૨૦થી ૩૫૦ની વચ્ચે રહી છે. આ લોકો પૈકી મોટાભાગના સ્થાનિક નેતાઓને આગરા, જયપુર, દિલ્હી અને દેશના અન્ય કેટલાકભાગોની જેલમાં લઇ જવામાં આવ્યા છે. પાંચમી ઓગસ્ટ બાદથી તેમની સામે આ પગલા લેવાયા હતા. ૫૪ નેતાઓને દાલ લેક નજીક રાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.