Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હવે નોર્મલ : હાઈસ્કુલ પણ ખુલી

Files photo

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ Âસ્થતિ હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે. પ્રાથમિક શિક્ષણ બાદ હવે હાઈસ્કુલો પણ ખુલી રહી છે. કાશ્મીર પોલીસનું કહેવું છે કે, Âસ્થતિ સામાન્ય બન્યા બાદ નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. હાઈસ્કુલો નિયંત્રણવાળા વિસ્તારોમાં ખુલી ગયા બાદ વાલીઓમાં પણ રાહત જાવા મળી રહી છે. અલબત્ત સરકારી ઓફિસોમાં હાજરી હાલમાં ૬૦ ટકાની આસપાસ દેખાઈ રહી છે જ્યારે વિદ્યાર્થીઓની ઉપÂસ્થતિ ૨૭ ટકા જેટલી નોંધાઈ રહી છે. વધુ વિસ્તારોમાં નિયંત્રણોને હળવા કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ આવા વિસ્તારોની સંખ્યા ૮૧ ઉપર પહોંચી ચુકી છે. આવતીકાલે ગુરુવારના દિવસે વધુ ૧૦ વિસ્તારોમાં નિયંત્રમઓને ઉઠાવી લેવામાં આવશે.

લેન્ડલાઈન ફોન કનેક્શનો ૧૫ વધુ એક્સચેંજમાં શરૂ કરવામાં આવનાર છે. જમ્મુ કાશ્મીરમાં ઇન્ફોર્મેશન ડિરેક્ટર સૈયદ સહરીશ અસગર દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. વધુ વિસ્તારોમાં લેન્ડલાઇન ફોન સેવા શરૂ થઇ ચુકી છે પરંતુ હજુસુધી સ્થિતિસામાન્ય બનવામાં વધુ સમય લાગી શકે છે. નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવા છતાં

મોટાભાગના બજારો ખીણમાં હજુ પણ બંધ સ્થિતિમાં છે. અધિકારીઓના ડેટા મુજબ સરકારી ઓફિસોમાં ૬૦ ટકા જેટલી હાજરી છે જ્યારે શ્રીનગરમાં ૩૦૦થી વધુ પ્રાયમરી અને મિડલ સ્કુલો ખુલી ગઈ છે. મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ સેવા શરૂ થઇ ચુકી છે. આવનાર દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ એકદમ સામાન્ય બનાવવા માટે વધુ પગલા લેવામાં આવી શકે છે. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ નિયંત્રણો લદાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.