Western Times News

Gujarati News

કોરોના એ ત્રીજુ વિશ્વ યુધ્ધ છે, વેકસિનનું અભિયાન ચલાવીશું તો જ આ વોર આપણે જીતી શકીશું.- ડો. વી. એન. શાહ

સાચી સમજણ-કોરોના કાળમાં કાળજી માટે તજજ્ઞોનો મત -આપણી ટેવો જ કોરોનાને આમંત્રણ આપે છે…

‘કોવિડ આવ્યાને એક વર્ષ ઉપર થઈ ગયું… આપણને એવું લાગતું હતું કે કોવિડ આવ્યો હવે જશે, પણ આપણી સાથે રોકાઇ ગયો છે, અને હજી પણ તે જશે નહીં જો આપણે જાગીશું નહીં તો…!’ ગુજરાત સરકારે બનાવેલી કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડાયાલેટોલોજીસ્ટ, ડો. વી.એન.શાહના આ શબ્દો ઘણુ બધુ કહી જાય છે…

ડો. શાહ સાહજિક રીતે જ પૂછે છે કે, ‘ મહામારીના આ એક વર્ષમાં આપણે શું શીખ્યા ?’ તેઓ કહે છે કે, ‘એક વર્ષની અંદર આપણને ખબર પડી કે આ કોવિડને આપણે જ ઘરે આવવાનું આમંત્રણ આપીએ છીએ… આપણી કેટલીક કુટેવો જ એના માટે જવાબદાર છે… કોરોનાને જો આમંત્રણ આપીને ઘરે નહીં લઈ આવીએ તો એ નહીં આવે…

એના માટે આપણે આપણી કુટેવોથી દૂર રહી સાવચેતી રાખવી જરૂરી છે…’ કોવિડને દૂર રાખવા માટેનું પહેલું સ્લોગન (SMS) એસ.એમ.એસ છે . સેનિટાઈઝેશન કરવું જોઈએ, આપણે માસ્ક પહેરવો જોઈએ અને આપણે social distancing નું પાલન કરવું જોઈએ. વેન્ટીલેટરી એરિયામાં બેસવું જોઈએ. સોશિયલ ગેધરીંગ ન કરવા જોઈએ, મેળા અને લગ્નમાં ન જવું જોઈએ અને જ્યાં સુધી આપણે આ આમંત્રણ નહીં આપીએ ત્યાં સુધી આ કોવિડ આપણા ઘરમાં નહીં આવે. આટલુ આપણે જાણવુ જોઈએ.

હવે બીજું શું ધ્યાન રાખવાનું છે…? ડો. શાહ કહે છે કે, ભારતના વૈજ્ઞાનિકોએ બે કોવિડ વેક્સિન આપણને ટુંક સમયમાં આપ્યા અને ત્રીજું વેકેશન પણ સ્પુટનિક હવે ભારતની અંદર આવી ગયું છે અને બીજા બે વેકસિન મે અથવા જૂનમાં આપણને મળવા જઈ રહ્યા છે. આ વેક્સિન આવ્યું છે તો હવે આપણી પરિસ્થિતિ શું છે ?

તેવા પ્રશ્નનો ઉત્તર આપતા ડો. શાહ કહે છે કે. ‘ હવે સમય આપણે જાગૃત બનવાનો… આપણે વેકસિન લેવાની છે… એ આપણે પ્રથમ મંત્ર હોવો જોઈએ… જો આ વેક્સિન આપણે નહીં લઈએ તો ઘણી તકલીફોનો સામનો કરવો પડશે…વેક્સિન લેવી એ આપણી નાગરિક તરીકેની પહેલી ફરજ છે…’ .

ડો. શાહ કેહે છે કે, ‘ આ ત્રીજુ વિશ્વ યુધ્ધ છે , બે વર્લ્ડ વોર તો ફિઝિકલ લડયા, આ વાયરસની સામે લડવાનું છે અને આ વાયરસની સામે લડવા માટે એના માટે કોઈ આર્મીની જરૂર નથી આપણે આર્મીમેન બનવાનું છે. આપણે ગામેગામ ટાસ્ક ફોર્સ, તાલુકે-તાલુકે તથા જીલ્લે- જીલ્લે ટાસ્ક ફોર્સ કમિટી બનાવવાની છે.

વેપારી મહાજનો, સ્વૈચ્છિક સંગઠનો- સેવાભાવી સંસ્થાઓ, યુથ વિંગ્સ બધા આપણે ભેગા થઈ અને જો સાથે લડીશું અને વેકસિનનું અભિયાન આપણે ચલાવીશું તો ડેફીનેટલી આ વોર આપણે જીતી શકીશું…’ એવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરે છે…

વેક્સિન- રેમડેસિવીર વગેરે બાબતે સોશ્યલ મિડીયામાં જાત જાતની વાતો ચાલે છે. એટલે ડોકટરો કે સરકારની વાત પર વિશ્વાસ કરવાને બદલે લોકો કર્ણોપકર્ણ વાતો પર વધુ વિશ્વાસ કરે છે…. જે ખરેખર યોગ્ય નથી… સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ થવો જોઈએ જે થતો નથી…

રાજ્ય સરકારે સંખ્યાબંધ વેક્સીનેશન સેન્ટરો બનાવ્યા છે, તેના માટે સુંદર વ્યવસ્થા પણ કરી છે… ખોટી માન્યતાઓથી ભરમાઈને આપણે વેકસિનથી દૂર રહીએ તો નુક્શાન આપણને જ થવાનું છે… વેક્સિનેશનનુ ૧૦૦% લક્ષ્યાંક સાકાર કરવું પડશે’ એમ તેઓ કહે છે…

ડો. શાહ કહે છે કે, ‘ આ રોગના મક્કમ પડકાર માટે રાજ્યના વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ, યુવાનો, બધી જ સ્વયંભૂ સંસ્થાઓ આગળ આવે તે પણ એટલું જ જરૂરી છે… બધી જગાએ સરકાર પહોંચી ના શકે…આ લડાઈમાં આપણે પણ જોડાવુ પડશે… માસ મૂવમેન્ટ તરીકે વેક્સિનેશનુ અભિયાન ઉપાડી લઈશુ તો કોરોનાને અટકાવી શકીશું…’

‘આ વેરિઅન્ટ વાયરસ છે… ઘણી બધી માન્યતાઓ એવી છે કે રસી લીધા પછી પણ કોઈને કોરોના આવી ગયો…! તો ગભરાવાની જરૂર નથી… જો વેકસિન લીધેલી હશે તો તાવ ઓછો રહેશે, દાખલ થવાની જરૂરિયાત નહીં પડે, અને ઓક્સિજન ની જરૂરિયાત નહીં પડે, આપણી જાતને આપણે પ્રોટેક્ટ કરી શકીશું.

ડો શાહના મતે ઇઝરાયેલની અંદર સેકન્ડ ડોઝનું વેકસિનેશન પૂરું થયું અને લગભગ ૧૦૦% population વેકસિનેશનમાં આવી ગયું, અને આ થયા પછી ઇઝરાયેલની અંદર એક પણ ડેથ કોરોનાનું નથી… તો કેટલો મોટો ફાયદો થયો… એ જ રીતે યુ.કેની અંદર 97 દિવસ lockdown રહ્યુ અને મોટાભાગનું population વેકસિનેશનની અંદર આવી ગયું ત્યાં નહીવત કહી શકાય તેવો ડેથ રેટ આવી ગયો. અમેરિકાના પણ આ જ ગુડ ન્યૂઝ છે…

એ લોકોએ આ વેકસિનેશન અપનાવ્યા પછી એમનો હોસ્પિટાલાઈઝેશનનો રેશિયો ઘણો બધો ડાઉન ગયો. સાથે મળીને વાયરસની સામે લડીએ એ જ સમયની માંગ છે…એમ તેઓ કહે છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.