Western Times News

Gujarati News

કોરોના સંક્રમિત ડોક્ટરને ન મળ્યું વેન્ટિલેટર, નિધન થયું

Files Photo

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. ડો. નરેશની ગલી માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે જ નહીં પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા દર્દીઓ માટે પણ જાણીતી હતી. ૧૯૬૮માં જ્યારથી તેમણે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી ડો. શાહ સમય અને સંજાેગો જાેયા વગર દર્દીઓની સારવાર કરતા હતા. હકીકતમાં, દસ દિવસ પહેલા તેઓ નિયમિત ૧૦૦થી ૧૫૦ દર્દીઓની સારવાર કરતાં હતા. તેથી જ જ્યારે ૧૮મી એપ્રિલે કોરોના વાયરસના કારણે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારજનો સિવાય આસપાસ રહેતા લોકોને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો.

તેમની ઉંમર ૭૯ વર્ષની હતી. ડો. શાહના દીકરાનું દુઃખ એ હકીકતથી વધારે તીવ્ર બન્યું હતું કે, સતત શોધ કરવા છતાં તેમના પિતાની સારવાર માટે તેઓ મ્ૈઁછઁ મશીન અથવા વેન્ટિલેટર શોધી શક્યા નહીં. ડો. શાહના પરિવારે હોસ્પિટલો અને સરકારી અધિકારીઓ પાસે પણ મદદની વિનંતી કરી હતી. જાે કોઈ ડોક્ટરને મ્ૈઁછઁ મશીન અથવા વેન્ટિલેટર ન મળે તો, કલ્પના કરો કે સામાન્ય માણસની શું સ્થિતિ હશે?, તેમ ડો. શાહના દીકરા ડો. દર્શને લખ્યું હતું. તેમણે આ વાત પિતાના નિધનની જાણકારી આપતી પોસ્ટમાં લખી હતી.

ડો. દર્શને વાતચીત કરતાં જણાવ્યું કે, કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પિતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પરંતુ ટૂંક સમયમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જ્યારે અમે તેમને દાખલ કર્યા ત્યારે, તેમની ઓક્સિજનની જરૂરિયાત પ્રતિ કલાકે ૨ લિટર હતી જે બાદ વધીને પ્રતિ કલાકે ૫૦ લિટર થઈ ગઈ હતી. તેમના બ્રીધિંગ સપોર્ટ માટે અમારે મ્ૈઁછઁ મશીન અથવા વેન્ટિલેટરની જરૂર હતી, તેમ ડો. દર્શને જણાવ્યું. પરિવારે કહ્યું કે, પાલનપુરની સિવિલ હોસ્પિટલ ઓવરલોડેડ હતી અને ત્યાં પણ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સપોર્ટની અછત હતી.

‘જ્યારે અમને સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ન મળ્યો તો અમે સ્થાનિક મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો જ્યાં ઘણા બધા આઈસીયુ બેડ વેન્ટિલેટરની સાથે હતા’, તેમ ડો. દર્શને કહ્યું. ‘પરંતુ અમારી આઘાત અને ભયની સ્થિતિ વચ્ચે હોસ્પિટલના અધિકારીઓએ તેમ કહીને એડમિટ કરવાનો ઈનકાર કરી દીધો કે, તેમની હોસ્પિટલ નોન-કોવિડ છે. વળી, તેમણે સીનિયર ડોક્ટરને વેન્ટિલેટર આપવાનો પણ ઈનકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.