Western Times News

Gujarati News

માધ્યમિક બોર્ડ : ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા અંગે ૧૫મી મેએ ર્નિણય

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જાેકે હાલ કોરોના હવે ઘરે ઘરે પહોંચી રહ્યો છે, એ સ્થિતિમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા લેવાશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે. ત્યારે આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ પટેલે જણાવ્યું હતું કે આગામી ૧૫મી મેના રોજ રિવ્યૂ બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા અંગે ર્નિણય લેવામાં આવશે.

આગામી ૧૫મી મેએ રિવ્યૂ બેઠક યોજાશે. રિવ્યૂ બેઠકમાં શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ તથા મુખ્યમંત્રી હાજર રહેશે અને એ તમામ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ જ પરીક્ષા અંગે ર્નિણય લેવામાં આવશે. ૧૫મી મે સુધી પરીક્ષા અંગે કોઈ ર્નિણય લેવામાં આવશે નહિ.હાલ ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરવા અંગે પણ કોઈ વિચારણા નથી. ૧૫ મેના રોજ રિવ્યૂ બેઠક મળશે. એમાં એ સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા અંગે ર્નિણય લેવામાં આવશે.

પરીક્ષા રદ કરવાનો ર્નિણય નહિ લેવાય તો પરીક્ષા કઈ રીતે અને કેટલા વિદ્યાર્થીઓની હાજરી સાથે યોજવી એ તમામ બાબતો સાથેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે, પરંતુ ૧૫ મે સુધી ગુજરાત બોર્ડના ધોરણ ૧૦ના ૧૨ લાખથી વધુ અને ધોરણ ૧૨ના ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ર્નિણયની રાહ જાેવી પડશે.

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવા અંગે હજુ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતાં સીબીએસઇ બોર્ડ અને અન્ય રાજ્યોમાં ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં બોર્ડ દ્વારા હજુ કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વાલીમંડળ દ્વારા પણ પરીક્ષા રદ કરવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પરીક્ષા અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.

ધોરણ ૧૦માં આશરે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એની વ્યવસ્થા કરવી હાલના તબક્કે ખૂબ જ અઘરી લાગે છે, કારણ કે ઓક્સિજન અને દવાઓનો જથ્થો ખૂટી જતો હોય તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે અને તેમને કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં એડમિશન કેવી રીતે લેવું એમાં પણ અસમંજસભરી સ્થિતિ છે. વાલીમંડળે શિક્ષણમંત્રીને પરીક્ષાઓ કેમ રદ કરવી એનાં કારણો પત્ર દ્વારા જણાવ્યાં છે, જેમાં વિદ્યાર્થીઓના માનસ પર કોરોનાના વાયરસની પરિસ્થિતિની ગંભીર અસર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.