Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના નવા ૧૪૩૫૨ કેસ નોંઘાયા

અત્યાર સુધીમાં કુલ ૩૯૦૨૨૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૭૨૫ કેસ

ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.

ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૩૫૨ નવા કોરોના કેસ નોંધાયા છે.

તો બીજી તરફ માત્ર ૭,૮૦૩ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૯૦,૨૨૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૪.૩૯ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૯૫,૧૧,૧૨૨ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૧,૧૧,૪૮૪ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે.

આ પ્રકારે કુલ ૧,૧૬,૨૨,૬૦૬ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૬૬,૬૨૪ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૮૭,૦૯૮ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૨૭,૮૪૦ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૧૮ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૨૭,૪૨૨ લોકો સ્ટેબલ છે. ૩,૯૦,૨૨૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૬૫૬ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૬, સુરત કોર્પોરેશનમાં ૨૩, રાજકોટ કોર્પોરેશનમાં ૯, વડોદરા કોર્પોરેશનમાં ૧૦, જામનગર કોર્પોરેશનમાં ૯, ભાવનગર કોર્પોરેશનમાં ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૩ દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત આણંદમાં ૧, અરવલ્લીમાં ૪, બનાસકાંઠામાં ૫, ભરૂચમાં ૨, ભાવનગરમાં ૨, બોટાદમાં ૧, છોટા ઉદેપુરમાં ૧, દાહોદમાં ૨, દેવભૂમિ દ્વારકામાં ૧, ગાંધીનગરમાં ૧, ગીર સોમનાથમાં ૧, જામનગરમાં ૯, જૂનાગઢમાં ૨, કચ્છમાં ૧૨, મહિસાગરમાં ૨, મહેસાણામાં ૪, મોરબીમાં ૭, પંચમહાલમાં ૧, પાટણમાં ૪, રાજકોટમાં ૪, સાબરકાંઠામાં ૬, સુરતમાં ૪, સુરેન્દ્રનગરમાં ૫, વડોદરામાં ૪ અને વલસાડમાં ૩ દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ ૧૭૦ દર્દીઓના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.