Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં મંગળવાર સુધી ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયું

લખનૌ, યુપીમાં તેજીથી ફેલાઇ રહેલ કોરોના સંક્રમણના મામલાને જાેતા યુપી સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશમાં હવે ત્રણ દિવસનું લોકડાઉન રહેશે શુક્રવાર રાતના આઠ વાગ્યાથી મંગળવાર સવારના સાત વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

હાલ શનિવાર અને રવિવારને સાપ્તિહિક બંધી હતી તેમાં હવે સોમવારને પણ જાેડી દેવામાં આવ્યો છે. સરકારી આંકડા અનુસાર બુધવારે મોડી રાત સુધી ૨૯૮૨૪ નવા કોરોના સંક્રમિત દર્દી મળ્યા આ પહેલાના એક દિવસમાં ૩૦ હજારથી ઓછા મામલા ૨૦ પ્રિલે આવ્યા હતાં

ગત ૨૪ કલાકમાં પ્રદેશમાં ૨૬૬ કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજયા છે કોરોનાની બીજી લહેરમાં એક દિવસમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની આ અત્યાર સુધી સૌથી વધુ સંખ્યા છે પ્રદેશમાં હવે કોરોના સંક્રમિત સક્રિય દર્દીઓની સંખ્યા ૩,૦૦,૦૪૧ છે.

ગત ૨૪ કલાકમાં લખનૌમાં કોરોનાના કુલ ૩૭૫૯ નવા સંક્રમિત મળ્યા જયારે તેનાથી વધુ ૬૨૧૪ લોકો સ્વસ્થ થયા લખનૌમાં ગત ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતથી મોતની સંખ્યા પણ ઓછી થઇ છે આ મુદ્‌તમાં અહીં કુલ ૧૩ મોત કોરોના સંક્રમણના કારણે થયા છે. જયારે પ્રયાગરાજમાં કુલ ૧૨૬૧ નવી દર્દીઓ મળ્યા અને ૨૨૫૭ સ્વસ્થ થયા પરંતુ અહીં મોત સૌથી વધુ કુલ ૨૧ લોકોના થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.