Western Times News

Gujarati News

US ઓક્સિજન માટે ભારતને મદદ કરશે, નિષ્ણાતો મોકલશે

પ્રતિકાત્મક

બાઇડેન વહિવટીતંત્રએ એક સૈન્ય વિમાન દ્વારા મેડિકલ ઇક્વિપમેંટ્‌સ-જીવનરક્ષક ઓક્સિજન ગેસ ભારત મોકલ્યા

વોશિંગટન,  અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનનું વહિવટીતંત્ર ભારતમાં લોકોનો જીવ બચાવવા માટે ઓક્સિજન સપ્લાય વધારવા અને દુનિયામાંથી કોવિડ ૧૯ મહામારીના અત્યાર સુધીના વિકટ પ્રકોપના વિરૂદ્ધ સફળ લડાઇ શરૂ કરવા માટે કામ કરી રહ્યા છે. યૂનાઇટેડ સ્ટેટ્‌સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટના એક અધિકારીએ આ વાત કહી.

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ ૩૮૬,૮૮૮ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને ૧,૮૭,૫૪,૯૮૪ થઇ ગઇ છે. ૩૪૯૮ લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે. આ સાથે જ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા ૨,૦૮,૩૩૦ પહોંચી ગઇ છે. ગત થોડા દિવસોથી સ્થિતિ ચિંતાજનક બનેલી છે. સરકાર કોરોના સામે મુકાબલો કરવા માટે વેક્સીનેશન પર ભાર મુકી રહી છે. પરંતુ રસીની અછતથી આ શકય બની શક્યું નથી.

યૂનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટના કોવિડ ૧૯ના પ્રયત્નો પર વરિષ્ઠ સલાહકાર જેરેમી કોનિન્ડિકએ કહ્યું કે ‘સ્પષ્ટ છે કે આ દુનિયામાં કોવિડ ૧૯ની સૌથી ખરાબ સ્થિતિમાંથી એક છે.’ તેમણે એ પણ નિવેદન આપ્યું છે કે જ્યારથી એક દિવસ પહેલાં જાે બાઇડેન વહિવટીતંત્રએ એક સૈન્ય વિમાન દ્વારા મેડિકલ ઇક્વિપમેંટ્‌સ અને જીવનરક્ષક ઓક્સિજન ગેસ ભારત મોકલ્યા.

ભારતીય અધિકારીઓ સાથે થયેલી વાતચીત બાદ કોનિન્ડિકએ કહ્યું કે હોસ્પિટલો પર ભારે દબાણૅ છે, એવામાં સારવાર માટે ઓક્સિજન અને દવાઓની તાત્કાલિક જરૂર છે. તેમણે કહ્યું કે મેડિકલ ઓક્સિજન સપ્લાય વધારવાની પણ જરૂર છે. તેમણે કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર જાેવા મળે છે.

યૂએસઆઇડી ભારતમાં એક્સપર્ટ્‌સની એક ટીમ મોકલવાનું કામ કરી રહ્યા છે. જેરેમી કોનિન્ડિકએ કહ્યું કે ‘ભારતે ગત વર્ષે અમારી મદદ કરી હતી. અમારા માટે મહામારીના સૌથી ખરાબ દિવસો દરમિયાન અમેરિકાને મેડિકલ ઇક્વિમેંટ્‌સ મોકલ્યા હતા. અમે તે પ્રકારની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.