Western Times News

Gujarati News

પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ટોપમાં સામેલ થશેઃ શાહ

અમદાવાદ,  પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, વાલીઓને સંબોધન કર્યું હતું. ગૃહમંત્રીએ પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, ૧૨ વર્ષ પહેલા બનેલી આ યુનિવર્સિટી ટૂંક સમયમાં જ વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન મેળવી લેશે. અમિત શાહે કહ્યું હતું કે, આવનાર સમય પર્યાવરણનો સમય છે જેથી ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ ઉપર પ્લાસ્ટિકની સામે જેહાદ છેડવાની જરૂર દેખાઈ રહી છે. અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણ ેકહ્યું હતું કે, ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરીને તાકાતનો પરિચય આપવામાં આવ્યો હતો. સુરક્ષા પર હુમલાને ચલાવી લેવાશે નહીં તે બાબત સાબિત કરી બતાવવામાં આવી હતી જ્યારે પુલવામા બાદ એરસ્ટ્રાઇક કરીને દર્શાવવામાં આવ્યું હતું કે, સરહદના ભંગને અમે કોઇ કિંમતે ચલાવી લઇશું. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

૨૦૧૪ સુધી દેશના અર્થતંત્રને બચાવવા કોઇ પ્રયાસ થયા ન હતા. છેલ્લા પાંચ વર્ષમાં અમે ભારતને વિશ્વના સૌથી ઝડપતી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે તેને બનાવવામાં સફળ રહ્યા છે. ભાજપ સરકારના ગાળા દરમિયાન ફુગાવાનો નવ ટકાથી ઘટીને ૯ ટકા થઇ ગયો છે. અમિત શાહે કહ્યું હતું કે, પેટ્રોલિયમ અને ઉર્જા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે અપાર સંભાવનાઓ રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.