Western Times News

Gujarati News

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે નવા કેસમાં ઘટાડો

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૮૨૦ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૧૧,૯૯૯ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૫૨,૨૭૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે ૭૪.૪૬ ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં ૯૫,૪૧,૩૯૧ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૬,૩૧,૮૨૦ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ ૧,૨૫,૭૩,૨૧૧ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૧૮ થી ૪૪ વર્ષ સુધીના ૨૭,૨૭૨ વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ ૬૦ વર્ષથી વધુ વયના અને ૪૫-૬૦ વર્ષનાં કુલ ૩૬,૧૭૭ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૬૭,૩૬૮ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૪૭,૪૯૯ એક્ટિવ દર્દી છે,

જે પૈકી ૭૪૭ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૪૬,૭૫૨ લોકો સ્ટેબલ છે. ૪,૫૨,૨૭૫ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૭,૬૪૮ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૫, સુરત કોર્પોરેશનમાં ૧૦, રાજકોટ કોર્પોરેશનમાં ૧૦, વડોદરા કોર્પોરેશનમાં ૯, જામનગર કોર્પોરેશનમાં ૯, ભાવનગર કોર્પોરેશનમાં ૫ ગાંધીનગર કોર્પોરેશનમાં ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૪ દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત મહેસાણામાં ૩, વડોદરામાં ૫, સુરતમાં ૩, જામનગરમાં ૫, બનાસકાંઠામાં ૨, કચ્છમાં ૩, ખેડામાં ૧, સાબરકાંઠામાં ૪, ભાવનગરમાં ૭, જૂનાગઢમાં ૫, પાટણમાં ૩, રાજકોટમાં ૬, વલસાડમાં ૧, ભરૂચમાં ૧, અમરેલીમાં ૪, છોટા ઉદેપુરમાં ૧, સુરેન્દ્રનગરમાં ૪, અમદાવાદમાં ૧, દેવભુમી દ્વારકામાં ૩, તાપીમાં ૧, પોરબંદરમાં ૧ અને બોટાદમાં ૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૭૦ દર્દીઓના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.