Western Times News

Gujarati News

કોરોના સતત ઘટી રહ્યો છે,નવા ૩,૫૭,૨૨૯ કેસ સપાટીએ આવ્યા

Files Photo

નવી દિલ્હી: શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૫૭ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૪૦૦થી વધુ લોકોએ દમ તોડ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૫૭,૨૨૯ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૦૨,૮૨,૮૩૩ થયો છે.

જેમાંથી ૧,૬૬,૧૩,૨૯૨ દર્દી રિકવર થઈ ગયા છે. જ્યારે ૩૪,૪૭,૧૩૩ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૩૪૪૯ દર્દીનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી દેશમાં કુલ મૃત્યુનો આંકડો ૨,૨૨,૪૦૮ પર પહોંચ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં ૩,૬૮,૧૪૭ કેસ નોંધાયા હતા જ્યારે તે અગાઉ રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોના કેસ નોંધાયા હતા.

તેના આગલા દિવસે કોરોનાએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી હતી અને એક જ દિવસમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૦૧,૯૯૩ દર્દીઓ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તસચિવ લવ અગ્રવાલે કહ્યું કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં સ્થિરતાના સંકેત મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ૨૪ એપ્રિલના રોજ સંક્રમણના ૬૫,૪૪૨ અને ૨૦ એપ્રિલના રોજ ૬૨,૪૧૭ નવા કેસ સામે આવ્યા.

દિલ્હીમાં ૨૪ એપ્રિલના રોજ ૨૫,૨૯૪ કેસ અને ૭ દિવસ બાદ ૨ મેના રોજ ૨૪,૨૫૩ નવા કેસ સામે આવ્યા. છત્તીસગઢમાં ૨૯ એપ્રિલના રોજ ૧૫,૫૮૩ કેસ અને ૨ મેના રોજ ૧૪,૦૮૭ નવા કેસ સામે આવ્યા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૫,૮૯,૩૨,૯૨૧ લોકોનુ રસીકરણ થયું છે. લવ અગ્રવાલે કહ્યું કે દમણ અને દીવ, ગુજરાત, ઝારખંડ, લદાખ, લક્ષદીપ, મધ્ય પ્રદેશ, તેલંગણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ એવા જ ટ્રેન્ડ જાેવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના ૧૨ જિલ્લામાં પણ છેલ્લા ૧૫ દિવસમાં ઘટાડાના સંકેત મળ્યા છે. છત્તીસગઢના દુર્ગ, ગરિયાબંધ, રાયપુર, રાજનાંદગાવ, મધ્ય પ્રદેશના છિંદવાડા, ગુના, શાજાપુર, લદાખના લેહ અને તેલંગણાના ર્નિમલમાં છેલ્લા ૧૫ દિવસમાં ઘટાડાના સંકેત મળ્યા છે. તેમણે કહ્યું કે આ ખુબ જ શરૂઆતી સંકેત છે. અને તેના આધારે સ્થિતિનું વિશ્લેષણ કરવું ઉતાવળ રહેશે.

અમારા માટે જિલ્લા અને રાજ્ય સ્તર પર કોરોનાની રોકથામના પ્રયત્નો ચાલુ રાખવા મહત્વપૂર્ણ છે. જેનાથી આ ટ્રેન્ડ ચાલુ રાખી શકાય. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે દેશમાં ૧૨ રાજ્ય એવા પણ છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખક રતા વધુ છે.

જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સામેલ છે. આ બાજુ ૭ રાજ્યોમાં સાત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા ૫૦ હજારથ એક લાખ અને ૧૭ રાજ્યોમાં ૫૦ હજારથી ઓછા છે. તેમણે કહ્યું કે દેશમાં ૨૨ રાજ્ય એવા છે, જ્યાં સંક્રમણનો દર ૧૫ ટકાથી વધુ છે. જ્યારે ૯ રાજ્યોમાં સંક્રમણ દર ૫થી ૧૫ ટકા વચ્ચે અને પાંચ રાજ્યોમાં ૫ ટકાથી ઓછો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.