Western Times News

Gujarati News

બિલ ગેટ્‌સના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત થયો

ન્યૂયોર્ક: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંના એક તેમજ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ અને તેમના પત્ની મેલિન્ડા ૨૭ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. ખુદ બિલ ગેટ્‌સે આ અંગે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર જાહેરાત કરી છે. બિલ અને મેલિન્ડાને ત્રણ બાળકો પણ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ગેટ્‌સ દંપતીના નજીકના લોકોને ટાંકીને જણાવ્યું હતું કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. તેમનું લગ્નજીવન અનેકવાર ભંગાણના આરે આવી પહોંચ્યું હતું.

જાેકે, દર વખતે તેમણે પરસ્પર સમજૂતી કરી તેને તૂટતાં બચાવી લીધું હતું. પરિવાર સાથે વધુ સમય વ્યતિત કરવા માટે બિલ ગેટ્‌સે માઈક્રોસોફ્ટ તેમજ બર્કશાયર હાથવેના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. બિલ અને મેલિન્ડા દુનિયાભરમાં સૌથી મોટા દાનવીર તરીકે પણ જાણીતા છે. તેમના ટ્રસ્ટ બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશને અત્યારસુધી ૫૦ અબજથી પણ વધુ રકમ ચાઈલ્ડ એજ્યુકેશનથી લઈને ગ્લોબલ હેલ્થ, મેલેરિયા તેમજ અન્ય રોગચાળાથી થતાં મોતનો આંકડો ઘટાડવા માટે દાનમાં આપી છે.

કોરોના સામે લડવા પણ તેમના ફાઉન્ડેશને ૧ અબજથી વધુનું દાન કર્યું હતું. પોતાના ર્નિણયની જાહેરાત કરતાં ગેટ્‌સ દંપતીએ લખ્યું હતું કે, ઘણું વિચાર્યા તેમજ લાંબો સમય સાથે રહ્યા બાદ હવે અમે અમારા લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું છે. આગળ તેમણે એમ પણ જણાવ્યું છે કે, તેમણે એક એવું ફાઉન્ડેશન ઉભું કર્યું છે કે જે દુનિયાના લોકોને આરોગ્યપ્રદ અને સારું જીવન જીવવા સક્ષમ બનાવી રહ્યું છે. તેઓ પોતાના આ અભિયાનને આગળ પણ ચાલુ રાખશે,

પરંતુ હવે તેમને નથી લાગતું કે જીવનના હવે પછીના તબક્કામાં તેઓ એકબીજાની સાથે કપલ તરીકે રહી શકે. ડિવોર્સ બાદ પણ બિલ અને મેલિન્ડા ફાઉન્ડેશન સાથે જાેડાયેલા રહેશે. ડિવોર્સ બાદ ૬૫ વર્ષના બિલ ગેટ્‌સની ૧૨૪ અબજ ડોલર જેટલી જંગી મિલકતનું શું થશે તે હજુય સ્પષ્ટ થઈ શક્યું નથી. બિલ ગેટ્‌સ ભલે દુનિયાના સૌથી મોટા દાનવીર હોય,

પરંતુ તેમની સંપત્તિમાંનો ઘણો મોટો ભાગ હજુય તેમના ફાઉન્ડેશનને દાનમાં નથી અપાયો. ૧૬૦૦ જેટલા કર્મચારી ધરાવતું બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન વર્ષે પાંચ અબજ જેટલી રકમ ગ્લોબલ પબ્લિક હેલ્થ તેમજ ડેવલપમેન્ટ માટે દાન કરે છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક હોવા ઉપરાંત, ગેટ્‌સ પરિવારની ગણના અમેરિકામાં સૌથી વધુ ખેતીલાયક જમીનની માલિકી ધરાવતા લોકોમાં પણ થાય છે.

તેમણે હોટેલ્સ, કેનેડિયન નેશનલ રેલવે ઉપરાંત કાર ડિલરશીપ, વોશિંગ્ટનમાં ૬૬,૦૦૦ ચોરસ ફુટના મેન્સન સહિત ડઝનબંધ મકાનો ઉપરાંત અન્ય ઘણાબધા ક્ષેત્રોમાં રોકાણ કરેલું છે. જાેકે, છેલ્લા કેટલાક સમયમાં બિલ ગેટ્‌સે પોતાની કેટલીક બિઝનેસ એક્ટિવિટીમાંથી હાથ ખેંચી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.