Western Times News

Gujarati News

ગાઇડલાઇન કે જાહેરનામાનો ભંગ કરતાં પહેલાં ચેતી જજો, પોલીસ તંત્ર એકશન મોડમાં છે

Files Photo

કડાણા તાલુકાના  ધોળીઘાંટી ગામના અરવિંદભાઇ અખમાભાઇ ખાંટ અને  અને જુનામાળના ભારતભાઇ હીરાભાઇ પગી સામે લગ્‍ન પ્રસંગમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ કરવા બદલ ગુનો દાખલ કરતી કડાણા પોલીસ

માસ્‍ક પહેર્યા વગર ફરતી ૧૭ વ્‍યકિતઓ પાસેથી રૂા. ૧૭ હજારનો દંડ વસુલ કરાયો -નિયમ ભંગ બદલ એક વાહન ડીટેઇન 

લુણાવાડા :: અખબારોમાં અને ટી.વી. માધ્‍યમોમાં મહીસાગર જિલ્‍લામાં લગ્‍ન પ્રસંગોમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ બદલ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ ચેકીંગની કામગીરી અને કરવામાં આવી રહેલ કાયદેસરની કાર્યવાહીના સમાચારો પ્રસિધ્‍ધ થઇ રહ્યા છે અને બતાવવામાં આવી રહ્યા છે

જે સમાચારો મહીસાગરવાસીઓ વાંચી રહ્યા છે અને જોઇ પણ રહ્યા છે છતાં આ સમાચારો વાંચ્‍યા  અને  જોયા પછી  પણ મહીસાગરવાસીઓમાં  જિલ્‍લા કલેકટરશ્રીની અપીલ હોય કે પ્રસારિત થતા સમાચારો હોય  જાણે કે તેમના પર કોઇ અસર ન  થતી હોય તેમ હજુ પણ લોકો  તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને લગ્‍ન પ્રસંગોમાં જરૂરિયાત કરતાં વધુ મહેમાનોને આમંત્રિત કરીને જાહેરનામા અને ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા હોવાનું જણાઇ આવ્‍યું છે.

જિલ્‍લા પોલીસ વડા શ્રી રાકેશ બારોટ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોવિડ-૧૯ની સુચનાઓ, જાહેરનામા અને ગાઇડલાઇનનું ચૂસ્‍તપણે પાલન થાય તે માટે જિલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનના પોલીસ જવાનોને કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે.

આ સુચનાના આધારે કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એમ. સી. પરમાર તથા તથા પોલીસ સ્‍ટાફના જવાનો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યા છે. આ પેટ્રોલીંગ દરમિયાન લગ્‍ન પ્રસંગના સ્‍થળો ચેક કરતાં તાલુકાના ધોળીઘાંટી ગામે અરવિંદભાઇ અખમાભાઇ ખાંટએ તેમના દીકરાના લગ્‍ન પ્રસંગમાં જયારે જુનામાળ ગામે ભારતભાઇ હીરાભાઇ પગીએ તેમની દીકરીઓના લગ્‍ન પ્રસંગ યોજયા હતા.

આ બંને લગ્‍ન પ્રસંગોનું ચેકીંગ કરવામાં આવતાં ચેકીંગ દરમિયાન ૫૦ કરતાં વધારે માણસો ભેગા કર્યા હતા તેટલું જ નહીં પણ સોશિયલ ડિસ્‍ટન્‍સ પણ જળવાયેલ ન હોવાથી આ બંને લગ્‍ન પ્રસંગોના આયોજકો વિરૂધ્‍ધ કડાણા પોલીસ સ્‍ટેશન દ્વારા ઇ.પી.કો. કલમ-૨૬૯ તથા એપેડેમીક એકટ-૧૮૯૭ની કલમ-૩(૧) મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત માસ્‍ક પહેર્યા વિના ફરતી ૧૭ વ્‍યકિતઓ પાસેથી માસ્‍ક એન.સી. આપી કુલ રૂા. ૧૭,૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યો છે તેમજ નિયમ ભંગ કરતા વાહનચાલકને એમ.વી. એકટ-૨૦૭ મુજબ એક વાહન પણ ડીટેઇન કરવામાં આવ્‍યું હોવાનું કડાણા પોલીસ સ્‍ટેશન દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.