Western Times News

Gujarati News

૭૦૦ ગામોમાં હિંસા,મહિલાઓ ઉપર રેપ અને કાર્યકરોની હત્યા : વિજયવર્ગીય

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ટીએમસીની શાનદાર જીત બાદ રાજયમાં હિંસાની ઘટનીઓ શરૂ થઇ ગઇ છે.ભાજપનો દાવો છે કે ટીએમસીના ગુંડા ભાજપ કાર્યકરો પર હુમલો કરી રહ્યાં છે બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે ટીએમસીની જીત બાદ ૭૦૦ ગામોમાં હિંસા થઇ છે.મહિલાઓની સાથે રેપ થયો છે અને તેમના કાર્યકર્તાઓની હત્યાઓ થઇ છે.વિજયવર્ગીયે આરોપ લગાવ્યો છે કે વીરભૂમમાં અમારી બે મહિલા કાર્યકર્તાઓનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો છે એક વિશેષ વર્ગ ૭૦૦ ગામોમાં લુંટપાટ કરી રહ્યું છે. સમગ્ર રાજયમાં અરાજકતા મચેલી છે.

કૈલાશ વિજયવર્ગીયે માહિતી આપી કરે અમે ભાજપનો એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જયાં જયાં હુમલા થઇ રહ્યાં છે તે લોકો કોલકતા આવી જાય અમે તેમની રોકાવાની વ્યવસ્થા કરીશું તેમણે કહ્યું કે આટલી અરાજકતા મેં કયારેય જાેઇ નથી જયારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું હતું ત્યારે પણ આવી સ્થિતિ રહી હતી જે રાજયમાં આજે છે. એક વિશેષના લોકો જ આ બધુ કામ કરી રહ્યાં છે પોલીસ ફોન ઉઠાવી રહી નથી તેમણે કહ્યું કે શોધી શોધીને ભાજપના કાર્યકરોની પિટાઇ કરવામાં આવી રહી છે. હત્યા કરવામાં આવી રહી છે. ભાજપ કાર્યકરોના ઘરોને તોડવામાં આવી રહ્યાં છે તેમને કચેરી પર હુમલા થઇ રહયું છે.

તેમણે કહ્યું કે અમ ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રીજીને તેની માહિતી આપી દીધી છે મંત્રાલયે પણ રાજય સરકારના ગૃહ સચિવને પુછપરછ કરી છે કે ચુંટણી બાદ કેટલી હિંસાની ઘટના બની છે તેની માહિતી આપે
ભાજપ નેતાએ કહ્યું કે મમતા બેનર્જી બેશર્મીથી કહી રહ્યાં છે કે અમારા કાર્યકરોને મારવામાં આવી રહ્યાં છે પરંતુ આજની સ્થિતિમાં કોણ વિચારી શકે છે કે ટીએમસી કાર્યકર્તાઓ પર હુમલા થાય હકીકત એ છે કે ભાજપ કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યાં છે અનેક કાર્યકર્તા ઘર છોડી ચાલ્યા ગયા છે ખુબ જ ખતરનાક સ્થિતિ છે.

કૈલાશ વિજયવર્ગીયે મમતા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ૨૦૦ ટકા મમતા બેનર્જીના ઇશારા પર આ બધુ થઇ રહ્યું છે એક આઇપીએસ અધિકારીએ મને કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે કોઇ ફોન ઉઠાવશો નહીં જે થઇ રહ્યું છે તે થવા દો મમતા અને તેમના નેતાઓના ઇશારા પર આ બધી ઘટનાઓ બની રહી છે.માઇકવાળી ગાડીથી જઇ હુમલા થઇ રહ્યાં છે દુકાનો લુંટાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.