Western Times News

Gujarati News

ગુજરાત સરકારે આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો કર્યો હતો. જેની છેલ્લા થોડા સમયથી ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે આજે પણ, ચોથી મેનાં રોજ પણ સુનવણી થઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.આ સુનાવણીમાં રાજ્યની હૉસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે.

આ સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને આરટીપીસીઆર ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ.

આ ઉપરાંત ભરુચની હૉસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે પણ વાત કરવામાં આવી હતી. જેમાં હૉસ્પિટલ પાસે ફાયર એનઓસી નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જાેવું જાેઈએ તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર એનઓસી મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

આ ઉપરાંત શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના ટેસ્ટ ૨૩ એપ્રિલથી ૧.૮૯ લાખ હતા, તે ઘટીને ૧.૩૮ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે મને એક કોલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ધન્વંતરિ હૉસ્પિટલમાં લંચ ૪ઃ૦૦ વાગે આપવામાં આવ્યો હતો. આ સાથે સિનિયર એડવોકેટ પરસી કવિનાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા, પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ પીએચસી સેન્ટર આગળ જ પાર્ક હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવારનો અભાવ છે. એડવોકેટે વધુમાં જણાવ્યું કે ડીઆરડીઓ હૉસ્પિટલમાં ૬૦૦ જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. વધુમાં જણાવ્યું કે ડીઆરડીઓ હોસ્પિટલમાં બાથરૂમ જુઓ તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. ત્યાં કોઈ સ્ટાફ નથી, કોઇ સફાઈ કામદારો નથી.

ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જાેવા મળે છે. આ યોગ્ય નથી. ૨૬ જગ્યાએ આરટી પીસીઆર ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જાેઈએને કેમ જણાવતા નથી.

એએમસીની વ્યવસ્થા અંગે હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. જે બાદ એએમસીના એડવોકેટ મિહિર જાેશીએ જણાવ્યું કે, છસ્ઝ્ર અને ૧૦૮ સંકલન કરીને દર્દીઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને હોસ્પિટલનું અલોકેશન કરે છે એએમસીએ પ્રાઇવેટ હોસ્પિટલમાં ૭૫ ટકા બેડ રિઝવ કર્યા છે. લોકો ડાયરેક્ટ કાર લઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, જરૂર વગર તેઓ એડમિટ થાય જેથી ઓક્સિજનવાળા બેડ ભરાય છે. એટલે અમે સેન્ટ્રલ કન્ટ્રોલર ટીમને રાખી છે. તેઓ ૧૦૮માં આવેલ દર્દીઓ જાે ગંભીર હોય તો તે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવે છે. રાજ્ય સરકારે એફિડેવિટની અંદર જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગેના બોર્ડ મુકવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.