Western Times News

Gujarati News

સતત ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકેના સોગંદ લેતા મમતા બેનર્જી

કોલકતા: ફરી એકવાર બંગાળના રાજકારણનો રંગ લીલો થઈ ગયો છે. મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ૨૧૩ બેઠકો પર વિજય મેળવ્યો છે. જાેકે મમતા બેનર્જી ખુદ નંદીગ્રામની ચૂંટણીમાં હાર્યા છે, તેમ છતાં તે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બની છે. આજે એટલે કે બુધવારે કોલકાતાના ટાઉનહોલમાં તેમણે બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે મમતા બેનર્જીએ એકલા શપથ લીધા છે, તેમની સાથે કોઈ પ્રધાને શપથ લીધા ન હતા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનકરે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

મમતા બેનર્જીએ ૨૦ મે ૨૦૧૧ ના રોજ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી અને ૨૭ મે ૨૦૧૬ ના રોજ બીજી વખત શપથ લીધા હતા. મમતા બેનર્જી સતત હેટ્રિકિંગ દ્વારા સત્તા મેળવનારી દેશની પ્રથમ મહિલા સીએમ છે. સફેદ સાડી અને હવાઇ ચપ્પલમાં પદયાત્રા કરનારી મમતા બેનર્જીનો જન્મ કોલકાતામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે રાજકીય કારકીર્દિની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી. મમતા બેનર્જીએ ડાબેરીઓનો ૩૪ વર્ષ જુના કિલ્લાને ધ્વસ્ત કર્યો જાદવપુરથી ૧૯૮૪ માં લોકસભાની ચૂંટણી જીતીને તે સંસદમાં પહેલી વાર પહોંચી હતી.

જાેકે ૧૯૮૯ માં તેમને ત્યાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ૧૯૯૧ માં તે બમ્પર વિજય સાથે ત્યાંથી પરત ફરી હતી અને ૨૦૦૯ સુધી તે ત્યાંથી સાંસદ રહી હતી. કોંગ્રેસ સાથે મતભેદોને કારણે, તેમણે ૧૯૯૭ માં કોંગ્રેસ છોડી અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી અને બે વાર દેશના રેલ્વે પ્રધાન બન્યા હતા. લાલ કિલ્લાને કર્યો ધ્વસ્ત ૨૦૧૧ માં, મમતા બેનર્જીએ ડાબેરીઓનો ૩૪ વર્ષ જુનો કિલ્લો તોડી પાડ્યો હતો.

તે વર્ષે ટીએમસીએ રાજ્યમાં ૨૨૭ બેઠકો મેળવી અને રાજ્યના ૮ મા મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૬ માં, તેણે ફરીથી ઇતિહાસ રચ્યો અને ટીએમસીએ ડાબેરી કોંગ્રેસ જાેડાણ સામે ૨૧૧ બેઠકો એકલા હાથે જીતી લીધી. મમતા સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા વર્ષ ૨૦૨૧ માં ફરી એકવાર મમતાનો જાદુ આવ્યો, તેના પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૩ બેઠકો મેળવીને ભારે બહુમતી મેળવી છે

તે ત્રીજી વખત ચૂંટાઇ આવી છે. જાેકે, મમતા બેનર્જી ખુદ નંદીગ્રામની લડાઇમાં હાર્યા છે. મમતાજી ધારાસભ્ય નથી. નિયમ શું છે? નિયમો અનુસાર મુખ્યમંત્રીના શપથ લીધાના ૬ મહિનાની અંદર તેમને કોઈક બેઠક પરથી ધારાસભ્ય પદ માટેની ચૂંટણીમાં વિજય મેળવવો પડશે. બંગાળની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની બાકી છે, આવી સ્થિતિમાં મમતા બેનર્જી ત્યાંથી લડીને વિધાનસભા સુધી પહોંચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.