Western Times News

Gujarati News

રાજ્યપાલ અને મુખ્યમંત્રી શપથગ્રહણના તરત બાદ જ વાદવિવાદમાં આવ્યા

કોલકતા: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવ્યા બાદ બુધવારે મમતા બેનર્જીએ એકવાર ફરી મુખ્યમંત્રી પદની શપથ લીધી છે.શપથ લીધા બાદ રાજભવનમાં એક વાર ફરી તીખો અંદાજ નજર આવ્યો હતો. મમતા બેનર્જીએ જ્યાં સરકાર બન્યા બાદ કોવિડને પ્રાથમિકતા બતાવી હતી તો બંગાળમાં થયેલી હિંસાને લઇને રાજ્યપાલ જગદીપ ધનખડે હિંસા વ્યક્ત કરી હતી. તે બાદ મમતાએ તરત જ રાજ્યપાલને જવાબ આપ્યો હતો.
શપથ લીધા બાદ મમતા બેનર્જીએ મીડિયાને સંબોધીત કરી હતી અને મમતા બેનર્જીએ કહ્યું, અમારી પહેલી પ્રાથમિકતા કોરોના સંકટમાં કાબૂમાં લાવવાની છે. તે મામલે બપોરે ૧૨.૩૦ વાગે બેઠક બોલાવી છે જે બાદ ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે બીજાે મોટો પ્રોબ્લેમ છે કે તે દરેક રાજનૈતિક દળોને અપીલ છે કે શાંતિ બનાવી રાખો.

રાજ્યપાલે મમતાને ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા પર વધાઇ આપી હતી અને તેણે કહ્યું કે સરકાર સંવિધાન અને કાયદાના હિસાબે ચાલશે. ભારત એક શાનદાર લોકતંત્ર છે જ્યાં સરકાર કાનૂનના હિસાબે ચાલે છે. અમે આ સમયથી ઝઝૂમી રહ્યા છીએ અને મને રિપોર્ટ્‌સ મળે છે કે લોકો બંગાળને લઇને ચિંતીત છે. મેં મુખ્યમંત્રીને આ વિશે જાણ કરી છે અને ચૂંટણી બાદ જે હિંસા શરૂ થઇ છે તે લોકતંત્ર માટે ખતરો છે.

રાજ્યપાલે કહ્યું કે, મને આશા છે કે મુખ્યમંત્રી તરત જ રાજ્યમાં કાયદાનું રાજ લાગૂ કરશે, મુખ્ય રીતે મહિલાઓ અને બાળકોને નુકસાન પહોંચ્યુ છે અને તેમની મદદ કરવામાં આવે છે. હું નવી સરકાર પાસેથી આશા રાખુ છુ કે તે સંઘીય ઢાંચાની રિસ્પેક્ટ કરશે અને મારી નાની બહેન મમતા બેનર્જી આ મુદ્દે એક્શન લેશે કારણકે ત્રીજી વાર મુખ્યમંત્રી બનવુ આસાન નથી હોતું.

સામાન્ય રીતે એવુ થતુ હોય છે કે સૌથી મોટા પદે રહેલ કોઇ નિવેદન આપે ત્યારે કોઇ સંબોધન હોતુ નથી પરંતુ મમતાએ રાજ્યપાલની વાતનો જવાબ આપ્યો હતો. મમતાએ કહ્યું કે મે આજે જ શપથ લીધી છે અને ત્રણ મહિનાથી રાજ્યની સંપૂર્ણ વાતો ચૂંટણી આયોગના હાથમાં હતા. ચૂંટણી આયોગે આ દરમિયાન ઘણા ઓફિસર્સની બદલી કરાવી દીધી હતી. નિયુક્તિ પણ કરી પરંતુ લોકોએ કોઇ કામ કર્યુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.