Western Times News

Gujarati News

ભારત કોંગ્રેસની હાર-જીત નહિ, મહામારી અમારી પ્રાથમિકતા છેઃ કપિલ સિબ્બલ

નવીદિલ્હી: હાલમાં જ ૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કેટલાય વર્ષો સુધી દેશની સત્તા પર રાજ કરનાર કોંગ્રેસ સરકારના નિરાશાજનક પ્રદર્શન પર જ્યારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ વિફરી ઉઠ્‌યા. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે દેશ હાલ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, આ સમય ચૂંટણીના પરિણામ પર વાત કરવાનો નથી.

તેમણે કહ્યું, ‘ચૂંટણી પરિણામને લઈ સૌકોઈ ચિંતિત છે, પરંતુદેશ હાલ હેલ્થ ઈમરજન્સીથી પસાર થઈ રહ્યો છે અને ચૂંટણીમાં હાર જીતના મુદ્દા પર પછી પણ વાતચીત થઈ શકે છે, અત્યારના સમયે પહેલી પ્રાથમિકતા મહામારી હોવી જાેઈએ.’ ખાલી તમિલનાડુને છોડી જ્યાં કોંગ્રેસ ડીએમકેની સહયોગી હતી, જેણે ૧૦ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે, કોંગ્રેસ પાર્ટી પોતાનો પ્રભાવ છોડવામાં અસફળ રહી છે. ૨ મેના રોજ આવેલા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે તે આ પરિણામોનું અધ્યયન કરશે અને પોતાની ભૂલ સુધારશે અને આગળ સારા પ્રયાસ કરવાની કોશિશ કરશે.

અન્ય એક કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ આ સવાલ પર આવો જ ઉત્તર આપતા કહ્યું કે હાલ મહામારી પ્રાથમિકતા હોવી જાેઈએ. આ દરમ્યાન અન્ય એક કોંગ્રેસી નેતા સંદીપ દીક્ષિતે મંગળવારે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા અને રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું, ‘જ્યારે રાહુલ ગાંધી સુનામી (કોરોનાવાયરસના કેસ) વિશે જાણતા હતા તો મોદી જીને આ વિશે ખબર કેમ ના પડી.’ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે્‌ પણ કોરોનાવાયરસને લઈ દેશની વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને દેશમાં મરી રહેલા લોકોથી વધુ પોતાની રેલીઓની ચિંતા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.