Western Times News

Gujarati News

અમદાવાદમાં વધુ એક રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ

Files Photo

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઝોન ૧ ના ડીસીપી સ્કવોડે ઇન્જેક્શન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ૬ રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવાઓ, રેમડેસિવિર ઇન્જેક્શન જેવી તમામ જરૂરિયાતની વસ્તુ દર્દીઓને મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના દર્દીઓ માટે ખાસ ઉપયોગી ગણતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીઓ એક બાદ એક રાજ્યના મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે.

અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદના ઝોન ૧ ના ડીસીપી સ્કવોડે ઇન્જેક્શન સાથે કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આરોપી જય સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી પાસેથી આ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવતો હતો.

પોલીસે ૬ રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજનો આરોપી જય શાહ સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી કુરિયર મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતો હતો. આરોપી જય શાહ ૯ હજારમાં ઇન્જેક્શન ખરીદતો હતો અને આ ઇન્જેક્શનને તે ૧૧ હજાર રૂપિયામાં વેચતો હતો. ત્યારે આ મામલે પોલીસે ડોક્ટર અને મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.