Western Times News

Gujarati News

IPL સ્થગિત થવાથી ભારતના ક્રિકેટ બોર્ડને ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે

નવીદિલ્હી: આઇપીએલના કેટલાય ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મંગળવારે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આઇપીએલને સ્થગિત થવાથી બીસીસીઆઇને પ્રસારણ અને સ્પૉન્સરશીપમાં ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુનુ નુકશાન વેઠવુ પડી શકે છે. એટલે કે આઇપીએસ સ્થગિત થવાથી ભારતના ક્રિકેટ બોર્ડને ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યુ હતુ કે, આ સિઝન અધવચ્ચે અટકાવવી પડી હોવાથી અમને ૨૦૦૦ કરોડ રુપિયા સુધીનુ નુકસાન થઈ શકે છે. કારણકે ટૂર્નામેન્ટમાં ૫૨ દિવસમાં ૬૦ મેચ રમાવાની હતી. ૩૦ મેના રોજ તેની ફાઈનલ હતી. જાેકે ૨૪ દિવસમાં ૫૯ જ મેચ રમાઈ હતી અને હવે કોરોના સંક્રમણના કારણે અધવચ્ચે ટૂર્નામેન્ટ રોકવી પડી છે. ટૂર્નામેન્ટનુ પ્રસારણ કરનાર ચેનલ દ્વારા મળતી રકમમાં સૌથી મોટી ગાબડુ પડી શકે છે.કારણકે પાંચ વર્ષ માટે ચેનલે ૧૬૦૦૦ કરોડ જેટલી રકમ ચુકવવાનુ નક્કી કર્યુ છે. આમ આઈપીએલની પ્રતિ મેચ ૫૪ કરોડ રૂપિયા બોર્ડને ચેનલ ચુકવે છે.

આ સંજાેગોમાં બાકીની મેચો નહીં રમાવાથી ૧૬૦૦ કરોડ રૂપિયા જેટલુ નુકસાન થશે. ઉપરાંત મુખ્ય સ્પોન્સરશિપ પેટે પણ આ વખતે ૪૪૦ કરોડનો જે કોન્ટ્રાક્ટ થયો છે તેમાંથી અડધી રકમ ગુમાવવી પડે તેમ છે. અન્ય સ્પૉન્સર કંપનીઓની રકમ અલગથી ગણાય છે. આમ કુલ મળીને ૨૦૦૦ કરોડ રુપિયા સુધીનુ નુકસાન ક્રિકેટ બોર્ડને થશે. જાેકે અધિકારીએ આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને કેટલુ નુકસાન થશે તેનો ફોડ પાડ્યો નહોતો.

અધિકારીએ કહ્યું કે તમામ પેમેન્ટ્‌સને અડધુ કે તેનાથી થોડુ ઓછુ કરી દેવામાં આવે તો પણ ૨૨૦૦ કરોડ રૂપિયાનુ નુકશાન આવી શકે છે. અસલમાં આ નુકશાન ખુબ મોટુ છે, પરંતુ આ સિઝન માટે અનુમાનિત નુકશાન છે. ઉલ્લેખનીય છે કે કડક બાયૉ બબલ હોવા છતાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.