Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડના ખેલાડી ૧૦ મે સુધી ભારતમાં રહીને વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારી કરશે

નવીદિલ્હી: કેન વિલિયમ્સન સહિત આઇપીએલ ૨૦૨૧ રમી રહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ૧૦મે સુધી ભારતમાં રહેશે અને તૈયારી કરશે અને ત્યાર બાદ તે સીધા બ્રિટન જવા માટે રવાના થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટર અસોશિએશને બુધવારે આ જાણકારી આપી હતી. ન્યૂઝીલેન્ડના બાકી ખેલાડી અને સભ્યો ફ્રેન્ચાયજીના ચાર્ટર્ડ પ્લેનમાં વિદેશ જઈ શકે છે. ન્યૂઝીલેન્ડ ટીમના પ્રમુખ હીખ મિલ્સે આ અંગે જાણકારી આપી હતી.

અત્યાર સુધી માત્ર બ્રિટિશના નાગરિકોને જ ભારતથી આવવા માટે અનુમતિ આપવામાં આવી છે.અને તેમને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર ૧૦ દિવસ સુધી કોરેન્ટાઇ રહેવું પડશે. હીથ મિલ્સે ક્રિકઈન્ફોને કહ્યું કે, બ્રિટન પ્રવાસ માટે નિયમોને અનુલક્ષીને ૧૧ મે સુધી નહી જઇ શકે. અને તેના માટે ખેલાડીઓએ ભારતમાં રાહ જાેવી પડશે. વિલિયમસન ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ, કાયલ જેમ્સન, મિશેલ સેન્ટનર, ક્રિસ ડોનાલ્ડસન (ટ્રેનર), ટોમી સિમસેક (ફિઝિયો), લોકી ફર્ગ્યુસન, જિમ્મી નીશમ અને ફિન એલન પણ અહીં છે. આ ખેલાડીઓની વચ્ચે ટેસ્ટ શ્રેણી રમવા ઉપરાંત ટી -૨૦ બ્લાસ્ટમાં સામેલ ખેલાડીઓ પણ છે.

ન્યુઝીલેન્ડની ટીમ ૨ જૂનથી ઇંગ્લેન્ડમાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પછી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત સામે ૧૮ જૂનથી સાઉધમ્પ્ટનમાં રમાશે. સ્ટીફન ફ્લેમિંગ, બ્રેન્ડન મઝ્રકુલમ, કાયલ મિલ્સ, શેન બોન્ડ, માઇક હ્યુસન, ટિમ સિફર્ટ, એડમ મિલેન, સ્કોટ કુગલેન અને જેમ્સ પેમેન્ટ ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે પડકાર ન્યુઝીલેન્ડ જનારા ખેલાડીઓ માટે છે. જાે એક કે બે ફ્રેન્ચાઇઝીઝ ચાર્ટર્ડ પ્લેન બનાવે તો તે સારું રહેશે. અમને આગામી ૨૪ કલાકમાં આ વિશેની માહિતી મળશે.

હીથ મિલ્સે કહ્યું કે ભારત તરફથી વધુ ફ્લાઇટ્‌સ ન્યુઝીલેન્ડ માટે નથી. આવી સ્થિતિમાં, જાે તેમને ફ્લાઇટ દ્વારા મોકલવાનો પ્રયાસ કરવામાં આવશે, તો પછી સમસ્યા હશે. આઈપીએલમાં ન્યુઝીલેન્ડના ૧૭ સભ્યો સામેલ થયા હતા, જેમાંથી ૧૦ ખેલાડીઓ હતા. જાે કે, છેલ્લા દિવસે, બીસીસીઆઈએ ખાતરી આપી હતી કે ખેલાડીઓ ઘરે પાછા ન આવે ત્યાં સુધી લીગ સમાપ્ત નહીં થાય. ઇંગ્લેન્ડના મોટાભાગના ખેલાડીઓ તેમના દેશ પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માલદીવમાં ફસાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.