Western Times News

Gujarati News

ભારત વિરુદ્ધ ભૂતાનની જમીનનો ચીન ઉપયોગ કરવા પ્રયત્નમાં લાગ્યું

Files Photo

નવીદિલ્હી: એક તરફ ભારત સહિત દુનિયા કોરોના સંક્રમણનો સામનો કરી રહી છે. ત્યારે ચીન પોતાની વિસ્તારવાદી નીતિમાંથી ઉંચુ નથી આવી રહ્યુ. ચીન વર્ષ ૨૦૧૫થી ભૂટાનની એક ઘાટમાં રસ્તા, ઈમારતો અને સૈન્ય ચોકીઓ બનાવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ઐતિહાસિક રુપે ભૂતાનના ગણાતા વિસ્તારમાં ચીન સુરક્ષાકર્મીઓ અને સૈન્ય પાયાગત માળખા પણ લગાવી રહ્યુ છે. ચીન પોતાના નિર્માણ કાર્યના દમ પર ભૂતાને ભારતની વિરુદ્ધ ઉપયોગ કરવા માંગે છે.

ચીને વર્ષ ૨૦૧૫માં જાહેરાત કરવામાં આવી કે તિબેટ સ્વાયત્ત વિસ્તારના દક્ષિણમાં ગ્યાફુગ ગામ વસાવ્યું છે. જાે કે ગ્યાલફુગ ભૂટાનમાં છે અને ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી લીધી છે. ભારત અને તેના પડોશીઓને હિમાલયી સીમાઓના દાયરાથીબહાર કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યુ છે. મનાઈ રહ્યુ છે કે ભૂતાનમાં નિર્માણ કાર્ય ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગ દ્વારા તિબ્બતી સીમાવાળા ક્ષેત્રને મજબૂત કરવા માટે એક પ્રમુખ અભિયાનનો ભાગ છે.

ફોરેન પોલિસીમાં છપાયેલી રોબર્ટ બાર્નેટની એક રિપોર્ટ અનુસાર ચીનની સરકાર ઈચ્છે છે કે ભૂતાન તેને સૈન્ય એકમો માટે આવી જગ્યા આપે જ્યાં તે ભારતનો સામનો કરી શકે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ નિર્માણ ભૂટાનની સાથે ચીનની શરતોનું ખુલેઆમ ઉલંઘન પણ છે. જેમાં ભૂતાનિયો દ્વારા સીમાઓ પર ઘૂસણખોરીને લઈને દશકોના વિરોધને નજર અંદાજ કરી દીધો છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ગ્યાલાફૂગ ઉપરાંત વધુ ૨ ગામો પર નજર રાખીને બેઠુ છે. એકમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.
જ્યાં ચીનના ૬૬ માઈલનો રસ્તો, હાઈડ્રોપાવર સ્ટેશન, ૨ સીસીપી પ્રશાસનિક કેન્દ્ર, કોન્ટૈક્ટ બેસ, સેન્ય પોલીસ આઉટપોસ્ટ, સિગ્નલ ટાવર, સિક્યોરિટી સાઈટ, સેટેલાઈટ રિસીવિગ સ્ટેશન, સૈન્ય બેસ બનાવી રહ્યુ છે. ચીન આને ટીએઆરનો વિસ્તાર ગણાવી રહ્યુ છે પરંતુ આ ઉત્તર ભૂતાનનો ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.