Western Times News

Gujarati News

મુંબઈમાં મરણાંક કાબુમાં નહીં આવતા સ્મશાનો દિવસ-રાત વ્યસ્ત

(એજન્સી) મુૃંબઈ,  મુંબઈમાં કોરોનાની બીજી લહેરને રોકવામાં મહાપાલિકા પ્રશાસન ઘણા ખરા અંશે કામિયાબ નીવડી છે. પરંતુ મરણાંક કાબુમાં આવતા નહી હોવાથી મુંબઈમાં સ્મશાનો દિવસ-રાત વ્યસ્ત છે. તેમાં કામ કરતા કર્મચારીઓની હાલત પણ કફોડી છે. જ્યારે લાવારિસ મૃતદેેહોના અગ્નિસંસ્કાર કરનારા પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

આજ સુધી ૪૦૦૦થી વધુ લાવારીસ મૃતદેહોના સ્વખર્ચે અંતિમસંસ્કાર કરનારા મહાલક્ષ્મી સ્થિત સેવાભાવી કિશોરભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ કે મોટાભાગના સ્મશાનો ફૂલ છે. કેવી ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયુ છે કે પોતાના સગાવહાલાઓ પણ મૃતદેહને અડકવા તૈયાર નથી.

લોકોને એટલો બધો ડર પેસી ગયો છે કે જાે આને અડકીશ તો મને પણ કોરોના થઈ જશે તો ?? એવા વિચાર માત્રથી જ લોકો કોરોનાના દર્દીના મૃતદેહને અડકવા તૈયાર નથી. કોરોનાથી મૃત્યુ પામેલા ઘણા લોકોના મૃતદેહનો કબજાે લેવા માટે પરિવારજનો આવતા જ નથી!! મારી પાસે લગભગ રોજેરોજ આવા મૃતદેહ આવી રહ્યા છે.

હાલમાં ચાર મૃતદેહ આવ્યા હતા. જેના અંતિમ ંસંસ્કાર ભોઈવાડામાં કર્યા. જયારે એક મુસ્લીમ બાળકની દફનવિધિ કરાવી હતી. બીજા દિવસે સાયનમા ચાર મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હતા. સ્મશાનો ફૂલ હોવાથી જમીન પર ચિતા બનાવીને એકની બાજુમાં એક એવી રીતે ચાર મૃતદેહોને અગ્નિદાહ આપ્યો હતો.

મંંુબઈમાં પ૪ સ્મશાન ગૃહો છે અને ૧૧ ઈલેકટ્રીક છે. ઘણા બધા સ્મશાનમાં તો પ થી ૬ કલાક સુધી રાહ જાેવી પડે છે. કોવિડ સાથોસાથ અન્ય બિમારીઓ કે કુદરતી રીતે મૃત્યુ પામનારાઓ પણ હોવાથી લાઈન લાગી જાય છે. હાલમાં કોવિડના મૃતદેહ મોટેભાગે ઈલેકટ્રીકમાં બાળવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.