Western Times News

Gujarati News

ઈઝરાયલ પર રોકેટ મારામાં ભારતીય મહિલાનું મોત થયું

રોકેટ હુમલાનો ભોગ બનેલીે ભારતીય મહિલા સૌમ્યા સંતોષ ઘરમાં વૃદ્ધ મહિલાની દેખભાળ રાખી રહી હતી

ગાજા: ઈઝરાયલ અને હમાસની વચ્ચે અનેક સપ્તાહોથી ચાલી રહેલો તણાવ હવે હિંસક થઈ ગયો છે. રાતોરાત બંને પક્ષોની વચ્ચે થયેલા હુમલાઓમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના અપડેટ મુજબ, હમાસે પણ ઈઝરાયલ ઉપર લગભગ ૧૦૦ રોકેટ છોડ્યા છે, જેમાં એક ભારતીયનું પણ મોત થયું છે. અહેવાલ છે કે આ ઘર્ષણમાં અત્યાર સુધી ૩૫ પેલેસ્ટાઇની અને ૩ ઇઝરાયલી માર્યા ગયા છે. સોમવાર રાતથી અત્યાર સુધી ઈઝરાયલ તરફ ૩૦૦થી વધારે રોકેટ છોડવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ, ઈઝરાયલનું કહેવું છે તેના જવાબમાં તેમણે ગાજામાં ૧૫૦ સ્થળો પર હુમલો કર્યો છે. મીડિયા રિપોર્સ્‌ુ મુજબ, હુમલામાં મૃત્યુ પામનારી ભારતીય મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે,

જે છેલ્લા ૭ વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી. રિપોર્ટ્‌સ મુજબ, હુમલા સમયે સૌમ્યા એક ઘરમાં વૃદ્ધ મહિલાની દેખભાળ કરી રહી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો પરંતુ સૌમ્યાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલાને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્‌સમાં ઈઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે હમાસ તરફથી રહેણાંક વિસ્તારોમાં ૧૩૦ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.

આ દરમિયાન જેરુસલેમમાં પણ હિંસાની વાતો સામે આવી રહી છે. ઈઝરાયેલે પણ મંગળવારે હુમલા વધારતા ગાજા પટ્ટી પર હુમલા કર્યા છે. આ દરમિયાન એક વિશાળ ઈમારતને નિશાન બનાવવામાં આવી, જેમાં હમાસના ચરમપંથી રહેતા હતા. આ દરમિયાન ૩ આતંકવાદીઓના મોત થયા હતા. ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લૉડ શહેરમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે. સરકારે પ્રદર્શનોને કારણે આ ર્નિણય લીધો છે.

સમાચાર એજન્સી એએનઆઇએ ધ ટાઇમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટના હવાલાથી લખ્યું કે આ દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને અનેક દુકાનોને આગ લગાવી દેવામાં આવી છે.  દર્શનકર્તાઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.