Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર : સૌથી વધુ ખાનાખરાબી વલસાડમાં થઈ

વલસાડ: તૌકતે વાવાઝોડાથી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. તૌકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ ભારે તારાજી સર્જી છે. જેમા વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૭.૫૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી સૌથી વધુ ખાનાખરાબી વલસાડ જિલ્લામાં સર્જાઈ છે. આજે સવારે પણ વાવાઝોડાની અસર વ્યાપક જાેવા મળી છે. વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી ૪૦ થી ૫૦ ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઘરો તથા દુકાનોના પતરા તૂટીને ઉડ્યા છે, તો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા છે. વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે.

વલસાડ જિલ્લામાં રાતભર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઉમરગામ, કપરાડા ,ધરમપુર, પારડી વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. ૨૪ કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૭.૫૧ ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના કન્ટ્રોલ રૂમમાં અનેક વિસ્તારમા ઝાડ પડવાના કોલ મળ્યા છે. જયારરે ઉમરગામ ૭.૫૧ ઈંચ,કપરાડા ૦૭ મીમી ,ધરમપુર ૧૦ મીમી,વાપી ૧૭ મીમી, પારડી ૧.૫૬ ઇંચ, વલસાડ ૨ ઇંચ તો નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે.

ઉભરાટ, વાસી, બોરસી, માછીવાડ, કૃષ્ણપુર, ઓનજલ માછીવાડ, મેઘર અને ભાટ ગામના દરિયા કાંઠે હજુ મહાકાય મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાની અસર હજુ દરિયામાં દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં ૧૨૫એમએમ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં ૩૩ એમએમ નોંધાયો છે.

વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લામાં પણ જાેવા મળી છે. અહી સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં રાત્રે શરૂ થયેલ વરસાદ વહેલી સવાર સુધી વરસી રહ્યો છે. તૌકતે વવાઝોડાની સાઈડ ઇફેક્ટ રૂપે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો. જિલ્લામાં અત્યાર સુધી ૩૭૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન ૬૨ સ્સ્ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં ૨૯ સ્સ્ વરસાદ નોંધાયો છે. ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, આમોદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. આ કારણે દહેજ બંદરે ૯ નંબરનું સિગ્નલ યથાવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.