Western Times News

Gujarati News

સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પાસ કરવા રજૂઆત કરાઈ

પ્રતિકાત્મક

ધો. ૧૦ બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ કરવાની માગ ઊઠી છે

અમદાવાદ, ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવતી એકમ કસોટી, એસાઈન્મેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ તૈયાર કરવામાં આવે અને તેમાં જાે કોઈ વિદ્યાર્થીનું પર્ફોર્મન્સ સારું ન હોય તો તેને નાપાસ કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું હતું.

આ સિવાય શાળા પાસે વિદ્યાર્થીઓની પરીક્ષા અને વર્ષ દરમિયાનની કામગીરીનો રેકોર્ડ ઉપલબ્ધ છે, તેના આધાર પાસ-નાપાસ જાહેર કરવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને પરીક્ષા અંગે ભલામણ કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડની પરીક્ષા થોડો સમય રાહ જાેયા બાદ ઓનલાઈન કે ઓફલાઈન યોજવી તે બરાબર છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વિનિયન, વાણિજ્ય, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓ છે.

ધોરણ ૧૧માં માસ પ્રમોશન મેળવીને તેઓ આ વખતે ધોરણ ૧૨ના રેગ્યુલર પરીક્ષાર્થી તરીકે ઉપસ્થિત રહ્યા છે. સામાન્ય પ્રવાહના ૪.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૧માં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન ક્લાસ શરુ કરવામાં આવ્યા છે.

બોર્ડના નિર્ધારિત ટાઈમ ટેબલ મુજબ એકમ કસોટી તેમજ અન્ય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માર્ક્‌સ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન થયેલા એસાઈન્મેન્ટનો સંપૂર્ણ રેકોર્ડ પણ દરેક શાળા પાસે ઉપલબ્ધ છે.

બ્રિટિશ શાસનથી ચાલી આવતી પરીક્ષા પદ્ધતિ બદલવી જરૂરી હોવાનું સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું. આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓ માટે વર્ષના અંતે ૩ કલાકમાં ૮૦ કે ૧૦૦ માર્ક્‌સના પ્રશ્નપત્રના બદલે અન્ય પદ્ધતિ અપનાવવી પડશે. જેના માટે ચાર ઓપ્શન રણ રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં ક્લાસરૂમમાં બેસીને નિયત સમયમાં ઉત્તર લખવાની વર્તમાન પદ્ધતિ, ઓનલાઈન ઘરે કે બેસીને ઉત્તર લખવાની નવી પદ્ધતિ, વર્ષ દરમિયાન બોર્ડ દ્વારા નિયત કરેલા અભ્યાસક્રમ મુજબની એકમ કસોટીઓ અને અન્ય પરીક્ષા, પ્રોજેક્ટ, એસાઈન્મેન્ટમાં મેળવેલા માર્ક્‌સના ૧૦૦ માર્ક્‌સ સંદર્ભે સરેરશ ગુણ ગણતરી અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ અપનાવેલી મેરિટ આધારે પ્રોગ્રેશન પદ્ધતિનો ઉલ્લેખ કરાયો હતો.

સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની તેમની રજૂઆત નથી કે વિચાર પણ નથી. તેના સ્થાને હાલની પરીક્ષા પદ્ધતિના બદલે અન્ય પરીક્ષા પદ્ધતિ અંગે વિચારણા થાય તેમ જણાવાયું હતું.

જેમાં શાળા દ્વારા ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ કાર્ય કર્યા બાદ લેવામાં આવેલી એકમ કસોટી અને છેલ્લી પરીક્ષામાં મેળવેલા માર્ક્‌સનું ૪૦ ટકા વેઈટેજ, એસાઈન્મેન્ટનું ૪૦ ટકા વેઈટેજ અને ૨૦ ટકા વેઈટેજ વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાનનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, વર્તણૂક, પ્રોજેક્ટ વર્કને ધ્યાનમાં લઈને આપવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.