Western Times News

Gujarati News

ચીનના સૈન્યએ ફરીથી લદાખની સરહદે હિલચાલ શરૂ કરી

Files Photo

નવીદિલ્હી: ચીનના સૈન્યએ ફરીથી લદાખની સરહદે હિલચાલ શરૂ કરી છે. ચીનના લશ્કરે ભારતની સરહદ નજીક કવાયત શરૂ કરી હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી. ભારતીય સૈન્યના ટોચના અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી હતી.

ચીન-ભારત વચ્ચે સરહદી તંગદિલી ગયા વર્ષે એપ્રિલમાં શરૂ થઈ હતી. એ પછી મહિનાઓના પ્રયાસો બાદ બંને દેશો વચ્ચે શાંતિ સૃથપાઈ હતી, પરંતુ ચીને લાંબો સમય શાંતિ જાળવી નહીં. અહેવાલો પ્રમાણે ચીને ફરીથી ભારતની સરહદે હિલચાલ આદરી છે.પૂર્વી લદાખની એલએસી નજીક ચીની સૈન્યએ ડેપૃથ વિસ્તારોમાં હિલચાલ કરી હતી. સૂત્રોએ કહ્યું હતું કે આ વિસ્તારોમાં ચીન દર વર્ષે ઉનાળામાં કંઈકને કંઈક ગતિવિધિ કરે છે. ગયા વર્ષે પણ યુદ્ધાભ્યાસના બહાને આ વિસ્તારમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યા હતા.

અહેવાલો પ્રમાણે ચીન તેના પરંપરાગત સૃથળોએ તો હાજર છે જ, પરંતુ તેનું ડિસ્ટન્સ માંડ ૧૦૦ કિલોમીટર જેટલું છે. પેંગોંગ લેક નજીકથી બંને સૈન્યએ પીછેહઠ કરવાનો ર્નિણય કર્યો એ પછી આ હિલચાલ નોંધાતા ભારતીય સૈન્ય એલર્ટ થયું છે.

હોટ સ્પિંગ્સ, ગોગરા હાઈટ્‌સ મુદ્દે ચીન સાથે વાતાચીત ચાલી રહી છે. બંને દેશોના સૈન્ય અધિકારીઓ સહમતિ સાધવાની કોશિશમાં છે. એ દરમિયાન ચીનની હાજરી દર્જ થતાં ભારતીય લશ્કરના ટોચના અધિકારીઓએ લદાખ સરહદની સુરક્ષાની સમીક્ષા કરી હતી. અહેવાલોમાં દાવો થયો હતો કે ચીનનું સૈન્ય તેની સરહદમાં બંકરોનું નિર્માણ કરે છે અને તેને વધારે મજબૂત બનાવવાની ફિરાકમાં છે. આ અહેવાલો પછી ભારતીય સૈન્ય વધુ સજાગ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.