Western Times News

Gujarati News

ચીનની રસીની ક્ષમતા પર પ્રશ્ન, યુએઈમાં ત્રીજા ડોઝની તૈયારી

પ્રતિકાત્મક

જે લોકોને સિનોફાર્મની વેક્સીન અપાઈ છે તેમને વધારાનો એક બૂસ્ટર ડોઝ આપવા માટેની યુએઈએ જાહેરાત કરી

દુબઈ,  વિશ્વના ઘણા દેશોમાં કોરોના સામેની લડતમાં ચીનની વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાેકે, ચીનની વેક્સીનની અસરકારકતા સામે પહેલાથી જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુએઈમાં કોરોનાની વેક્સીન એટલી અસરકારક રહી નથી. યુએઈમાં ચીનની વેક્સીન સિનોફાર્મના બે ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ હવે ત્યાં ત્રીજાે ડોઝ આપવાની તૈયારીઓ શરૂ થઈ છે.

યુએઈના આ ર્નિણય બાદ ચીનની વેક્સીનની ક્ષમતા સામે સવાલો ઊભા થયા છે. યુએઈએ દેશમાં ઝડપથી કોરોના વેક્સીન આપવા માટે ચીનની કંપની પર વિશ્વાસ રાખ્યો હતો પરંતુ તેનો આ વિશ્વાસ ખોટો પડી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ઈમર્જન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે,

જે લોકોને સિનોફાર્મની વેક્સીન આપવામાં આવી છે તેમને વધારાનો એક બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આવા લોકોએ બીજાે ડોઝ લીધા હોવાને છ મહિના પૂરા થઈ ગયા છે. ચીનની કંપની સિનોફાર્મ પર હાલમાં વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો હાથ છે પરંતુ હવે આ વેક્સીનની કોરોના વાયરસ વિરુદ્ધ અસરકારકતા સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

ધ નેશલન ન્યૂઝ પેપરે માર્ચ મહિનામાં પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે યુએઈના કેટલાક લોકોને કોરોનાની વેક્સીનનો ત્રીજાે ડોઝ આપવામાં આવ્યો છે જેમની અંતર એન્ટીબોડી પેદા થઈ નથી. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો દાવો છે કે તમામ ઉંમરના લોકો પર ચીનની વેક્સીનની અસરકારકતા ૭૯ ટકા છે. આ દરમિયાન અન્ય વેક્સીન નિર્માતા પણ વેક્સીનના બૂસ્ટર ડોઝ બનાવવામાં લાગ્યા છે.

કંપનીઓનું માનવું છે કે વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે જેનો સામનો કરવા માટે સમયાંતરે બૂસ્ટર ડોઝની જરૂર પડશે. વિશ્વમાં યુએઈ એવા ગણ્યાંગાંઠ્‌યા દેશોમાં સામેલ છે જ્યાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપથી ચાલી હતી. યુએઈ એ અત્યાર સુધી ૧ કરોડ ૧૫ લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે.

સેશેલ્સ દેશમાં પણ ચીનની સિનોફાર્મ વેક્સીનની અસર વધારે જાેવા મળી નથી. આ દેશમાં પણ ૬૦ ટકા લોકોને ચીનની વેક્સીન લગાવવામાં આવી છે પરંતુ ત્યાં પણ કેસ સતત વધી રહ્યા છે. યુએઈમાં ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની વેક્સીન પણ લગાવવામાં આવે છે પરંતુ સૌથી વધુ ભાર ચીનની વેક્સીન પર મૂકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.