Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : ૪૭૭૩ નવા કેસ

અમદાવાદ:રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૭૭૩ કેસ નોંધાયા છે. જેની સામે ૮૩૦૮ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્‌ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના કારણે ૬૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૪૦૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૩૨ ટકા છે. રાજ્યમાં આજે કુલ ૧,૩૭,૧૭૨ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૧૧૦૬, સુરતમાં ૫૦૬, વડોદરામાં ૫૮૪ રાજકોટમાં ૨૬૪, જામનગરમાં ૨૦૩, ભાવનગરમાં ૧૧૦, જૂનાગઢમાં ૨૧૮, આણંદમાં ૧૬૧, ભરૂચમાં ૧૩૮, કચ્છમાં ૧૩૪, પંચમહાલમાં ૧૨૬, ગાંધીનગરમાં ૧૦૯, સાબરકાંઠામાં ૧૦૫, મહેસાણામાં ૯૭, દાહોદમાં ૯૧, ખેડામાં ૮૮, મહીસાગરમાં ૮૫, પોરબંદરમાં ૮૨, દેવભૂમિ દ્વારકામાં ૬૯, બનાસકાંઠામાં ૬૫, અમરેલીમાં ૬૩, પાટણમાં ૫૯ સહિત કુલ ૪૭૭૩ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૬૪ દર્દીના મોત થયા છે. અમદાવાદમાં ૯, સુરતમાં ૮, રાજકોટમાં ૬, વડોદરામાં ૬, જામનગરમાં ૫, જૂનાગઢ, બનાસકાંઠામાં ૪-૪, મહેસાણામાં ૩, અમરેલીમાં ૨ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં ૯૮૫, સુરતમાં ૬૭૮, વડોદરામાં ૯૯૦, રાજકોટમાં ૩૯૭, જામનગરમાં ૪૨૫, મહેસાણામાં ૪૧૧, ભાવનગરમાં ૩૦૩, જૂનાગઢમાં ૩૩૯, દેવભૂમિ દ્વારકામાં ૪૨૬, અરવલ્લીમાં ૨૭૨, કચ્છમાં ૨૫૦, પંચમહાલમાં ૨૧૭, બનાસકાંઠામાં ૧૯૪, ગીર સોમનાથમાં ૧૭૭, અમરેલીમાં ૧૭૬, મહીસાગરમાં ૧૭૫, દાહોદમાં ૧૭૩, નર્મદામાં ૧૫૮ સહિત કુલ ૮૦૦૯ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ ૮૯૦૧૮ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૭૧૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૮૮૩૦૨ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૭૭૭૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.