Western Times News

Gujarati News

દુષ્કર્મનાં દોષી ગુરમીત રામ રહીમને પેરોલ મળી

નવીદિલ્હી: બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવાના મામલે ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે પેરોલ મળ્યો છે. જેલનાં વરિષ્ઠ અધિકારી દ્વારા શુક્રવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે.

જાે કે, અધિકારીએ એ કહેવાનો ઇનકાર કર્યો કે કેટલા દિવસથી ગુરમીત રામ રહીમને જેલમાંથી રજા આપવામાં આવી છે. જેલ અધિકારીએ કહ્યું, ‘અમે સાંજ સુધીમાં માહિતી શેર કરીશું. દરેક જેલનાં કેદીને પેરોલ લેવાનો અધિકાર છે અને વહીવટ અને પોલીસનો પ્રતિસાદ મળતા રામ રહીમને રજા આપવામાં આવે છે. ગયા વર્ષે પણ અમે તેને એક દિવસની પેરોલ આપી હતી.

મળતી માહિતી મુજબ રામ રહીમે ચાર દિવસ પેરોલ માંગ્યો હતો. થોડા દિવસો પહેલા ગુરમીત રામ રહીમ વિશે એક સમાચાર આવ્યા હતા કે તેમને જેલમાં શ્વાસ લેવામાં તકલીફ છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જાે કે, હોસ્પિટલમાં, તેમણે ડોકટરોને કોરોના ચેક કરવા દેવાની ના પાડી દીધી છે.

ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમ ૨૦૧૭ થી જેલમાં છે. રામ રહીમને જાતીય અત્યાચાર, પત્રકારની હત્યા બદલ સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા પણ ઘણી વાર રામ રહીમે પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો, પરંતુ હાલમાં તેની માતાની સારવાર ચાલી રહી છે તેની માતાને ૪૮ કલાકનાં કસ્ટોડિયલ પેરોલ પર છૂટા કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.