Western Times News

Gujarati News

ઔડાના અણઘડ આયોજનથી બોપલની ૧૦ સોસાયટીના નાગરિકો મુશ્કેલીમાં

File

રસ્તા, પાણી સહિતની સુવિધાઓનો અભ્યાસ વગર જ ઔડાએ ટીપી-ર માં ફાઈનલ પ્લોટ નં.રર૩ ને ઈડબલ્યુએસ માટે રિઝર્વ કરતા નાગરિકોમાં ભારે રોષ :  નિર્ણય બદલવામાં નહીં આવે તો નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી

અમદાવાદ, ગુજરાતમાં નાગરિકોને પાયાની સુવિધા અને રાજયના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેકટો અમલ કરવા ટીપી સ્કીમોનો અમલ કરવામાં આવતો હોય છે આ માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં પ્લાનરોની અણઆવડતના કારણે રિઝર્વ પ્લોટોની આસપાસના નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે.

આવો જ એક કિસ્સો ઔડા વિસ્તારમાં બન્યો છે જેમાં બોપલ સ્ટર્લિંગ સીટીમાં ઔડાના પ્લાનરો દ્વારા ઈડબલ્યુએસ માટે પ્લોટ રિઝર્વ રખાતા આસપાસની ૧૦ જેટલી સોસાયટીઓના નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાંતિ તથા પાયાની સુવિધાઓ મળી રહે તે માટે શહેરી વિસ્તાર છોડીને શહેરના છેવાડાના પરા વિસ્તારમાં આવેલા નાગરિકોની અહિંયા પણ સુખ શાંતિ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે અને આ માટે જાે ઔડા પુનઃ વિચાર નહી કરે તો આગામી દિવસોમાં સ્થાનિક નાગરિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ ઔડાના અધિકારીઓ સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતાં.

ઔડાની અણઆવડત ઉજાગર કરતા આ કિસ્સાની વિગત એવી છે કે ઔડા દ્વારા અમદાવાદને અડીને આવેલા બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સીટીના ફાઈનલ પ્લોટ નં.રર૩ ને ઈડીડબલ્યુએસ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ટી.પી બે નંબર અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે.

ટી.પી સ્કીમમાં રિઝર્વ કરાયેલા પ્લોટો કઈ જગ્યાએ ફાળવવા જાેઈએ તેની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં આવે છે આ પ્લોટ કયા હેતુથી ફાળવવામાં આવ્યો છે તે અંગે પણ અભ્યાસ કરવામાં આવતો હોય છે જેનાથી પ્લોટની ફાળવણીથી સ્થાનિક આસપાસના નાગરિકોને કોઈ મુશ્કેલી કે નુકસાન ન થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે

પરંતુ ઔડાના પ્લાનરો દ્વારા ટી.પી – ર માં બોપલ સ્ટર્લિંગ સીટીમાં ફાઈનલ પ્લોટ નં.રર૩ ને રિઝર્વ કરી સ્થાનિક નાગરિકોની ઉંઘ હરામ કરી દીધી છે આ પ્લોટ રિઝર્વ કરવામાં પ્લાનરોની અણઘડતા અને અણઆવડતતા છતી થઈ જાય છે. આ પ્લોટ ખોટા રિઝર્વેશનમાં રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહયો છે. પ્લોટની આસપાસ આવેલી ૧૦ જેટલી સોસાયટીના રહીશોએ બે દિવસ પહેલા જ ઉગ્ર દેખાવ કરી રોષ પ્રદર્શિત કર્યો હતો.

સ્થાનિક નાગરિકોના રોષથી રાજકીય નેતાઓની પણ આંખ ઉઘડી નથી ખરેખર તો ઔડાના ટાઉન પ્લાનરો આ બાબતે ધ્યાન આપે તો સરકાર અને સ્થાનિક નેતાઓને નાગરિકોના વિરોધનો સામનો ન કરવો પડે. સ્થાનિક નાગરિકોની લાગણી છે કે આ મુદ્દે સ્થાનિક રાજકીય નેતાઓએ પણ તેમની સાથે જાેડાઈ ઔડા દ્વારા આ પ્લોટ પરનું રિઝર્વેશન હટાવવા રાજયકક્ષાએ રજુઆતો કરવી જાેઈએ.

અમદાવાદ શહેરનો વ્યાપ દિવસેને દિવસે વધી રહયો છે. શહેરના કોટ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં વસ્તીની ગીચતાને જાેઈ શાંતિ તથા અન્ય આવશ્યક સેવાઓ મળી રહે તે માટે મોટી સંખ્યામાં નાગરિકો શહેરના પરાં વિસ્તાર જેવા બોપલ વિસ્તારમાં જઈને વસ્યા છે. અમદાવાદ શહેરના છેવાડાનો આ વિસ્તાર ખુબ જ ઝડપથી વિકસિત થઈ રહયો છે ત્યારે આવશ્યક સેવાઓ પુરી પાડવામાં સ્થાનિક તંત્ર ઉણુ ઉતરી રહયુ છે

આ અંગે અવારનવાર રજુઆતો કરવામાં આવે છે. હજુ આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી ત્યાં જ ઈડબલ્યુએસ માટે રર૩ નંબરનો પ્લોટ રિઝર્વ કરાતા સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધશે તેવી સંપુર્ણ દહેશત સેવાઈ રહી છે ત્યારે ઔડા દ્વારા બોપલ સ્ટર્લિંગ સીટીમાં પ્લોટ નં.રર૩ પરનું જે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે તે દુઃખદ બાબત છે.

સ્થાનિક નાગરિકો તેની સામે વાંધો ઉઠાવી રહયા છે. ઔડા દ્વારા ઈડબલ્યુએસ માટે પ્લોટ રિઝર્વ કરાતા આસપાસની ૧૦ સોસાયટીના રહીશો વિરોધ કરી રહયા છે અને આ રિઝર્વેશનથી આ વિસ્તારમાં ગીચતા તથા રોડ રસ્તા અને પાણીની સુવિધાનો મોટો પ્રશ્ન સર્જાવાનો છે સાથે સાથે આસપાસની માલ મિલ્કતોની વેલ્યુ પણ ઘટી જશે.

ઈડબલ્યુએસ માટે રિઝર્વ રખાયેલા આ પ્લોટના કારણે અનેક પ્રશ્નો સર્જાવાના છે ત્યારે ઔડાના પ્લાનરો દ્વારા આ અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો હોય તેવુ દેખાતું નથી અને માત્રને માત્ર પ્લાનરોની અણઆવડતનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. એક બાજુ ઔડા દ્વારા બોપલમાં ૬ પ્લોટની ઈ હરાજી કરીને રપ૦ કરોડથી પણ વધુની રકમ મેળવવાનો અંદાજ છે

ત્યારે બીજીબાજુ આ વિસ્તારની વેલ્યુ આ ઈ -હરાજી ઉપરથી જાેવા મળી રહી છે ત્યારે ઔડા દ્વારા આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ પુરી પાડવામાં કોઈ જ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્રને માત્ર ચાર્જ વસુલ કરવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહયા છે.

ઔડા દ્વારા રિઝર્વ રખાયેલા આ પ્લોટના કારણે સ્થાનિક (૧) સ્ટર્લિંગ સીટી (ર) દેવ-૧૮૧ ફલેટસ (૩) પ્રકૃતિ બંગ્લોઝ (૪) દેવદિપ ફલેટ (પ) ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ (૬) સ્ટર્લિંગ એપાર્ટમેન્ટ (૭) જલવિહાર સોસાયટી (૮) કમલા પાર્ક રો હાઉસ સહિત ૧૦થી વધુ સોસાયટીના રહીશો હવે ખુલીને ઔડાની સામે બહાર આવ્યા છે ખાસ કરીને સૌ પ્રથમ તો રસ્તાનો પ્રશ્ન સર્જાશે.

આંતરીક રસ્તાઓ ર૦ થી રપ ફુટ જેટલા પહોળા છે ત્યારે રિઝર્વેશનવાળી જમીનમાં આવવા જવા માટે કોઈ જ સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. સાંકડા રસ્તાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંપુર્ણ શક્યતા છે તેથી આ રિઝર્વેશનવાળી જમીનનો ઉપયોગ રહેણાંક માટે કરવામાં આવે તો ભવિષ્યમાં ગટર, પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ટીપી નં.ર ના ફાઈનલ પ્લોટ નં.રર૩ ની જમીનમાં જાહેર હિતાર્થે સાર્વજનિક બગીચો, સીનીયર સીટીઝન પાર્ક, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લાયબ્રેરી, સ્વીમીંગ પુલ અથવા તો અર્બન હેલ્થ સેન્ટર બનાવવા આવે તેવી માંગણી ઉઠી છે.

આમ જુવો તો અત્યારે આ ખાલી પ્લોટ હોવા છતાં આ તમામ સોસાયટીના રોડ, રસ્તા નાના હોવાના પરિણામે ગીચતા, વાહનોની બેફામ અવરજવર, સીનીયર સીટીઝનોને તેમજ મહિલાઓને પોતાના બાળકો સાથે જાેગીંગ જેવી કસરતો સહિતની બાબતો જાેખમ સાથે કરવી પડે છે અને તેમાં જાે આવા રિઝર્વેશનથી વસ્તી વધશે તો તેનાથી ઘણી મુશ્કેલીઓ આ સોસાયટીના સભ્યોને વેઠવી પડશે

જેના પરિણામે આ સોસાયટીના નાગરિકો દ્વારા આ રિઝર્વેશન ઉઠાવી લઈને આ પ્લોટમાં બાગ- બગીચો કે અર્બન હેલ્થ સેન્ટર કે ચિલ્ડ્રન પાર્ક જેવું આયોજન થાય તો સ્થાનિક નાગરિકોની સુવિધા અને સલામતી વધશે. ઉપરોક્ત સોસાયટીના સભ્યોની જાણકારી મેળવતા જાણવા મળ્યું છે કે આ રિઝર્વેશનથી આશરે ર હજાર પરિવારો મુશ્કેલીમાં મુકાશે. તેથી ઔડાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ આમા રસ લઈને આ બાબતે હકારાત્મક પગલાં ભરે અને નાગરિકોની મુશ્કેલી સમજે તેવી લોકલાગણી છે.

હકીકતમાં આવી ઈડબલ્યુએસ યોજનામાં મોટી સંખ્યામાં લોકો લાભાર્થી બનતા હોય છે તેથી વસ્તી ગીચતાનો પ્રશ્ન મુખ્ય બન્યો છે અને આ પ્રોજેકટ મુખ્ય રસ્તાને અડીને બનાવવામાં આવતો હોય છે પરંતુ બોપલમાં આ રીઝર્વેશનવાળી જમીનમાં આવવા જવા માટે પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી સાંકડા એવા રસ્તા પર લોકો અવરજવર કરતા હોય છે ખાસ કરીને સ્કુલના ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અવર-જવર કરતા હોય છે ત્યારે આ પ્રોજેકટથી આ રસ્તા પર વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે જાેખમ વધી જવાનું છે જેની કોઈ દરકાર ઔડાના પ્લાનરોએ લીધી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.