Western Times News

Gujarati News

લોકોએ માટીની મૂર્તિઓ ખરીદવાનું વધારતાં સ્ટોક ખૂટી પડ્યો

વડોદરાઃગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે આ વર્ષે માટીની ગણપતિની મુર્તીઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની ગણપતિની મૂર્તીઓની અછત સર્જાઇ હતી. માટીની મૂર્તિઓ પરિવારજનો અને યુવક મંડળોને ન મળતા તેઓને ન છૂટકે પી.ઓ.પી.ની મૂર્તિઓ ખરીદવાની ફરજ પડી હતી.

પર્યાવરણ જાગૃતિ માટે માટીની મૂર્તિ છેલ્લા કેટલાંક વર્ષોથી પર્યાવરણની જાળવણી માટે માટીની ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવાનું તેમજ તળાવોમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન ન કરતા ઘર આંગણે ઇકોફ્રેન્ડલી વિસર્જન કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને આ વર્ષે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ વખતે માટીની મૂર્તિઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની મૂર્તિઓ બનાવતા કલાકારોની માટીની મૂર્તિઓનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. પરિણામે માટીની મૂર્તિની સ્થાપના કરવા માંગતા પરિવારજનો અને ગણેશ યુવક મંડળોને ન છૂટકે પી.ઓ.પી.ની મૂર્તિઓની સ્થાપના કરવાની ફરજ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.