Western Times News

Gujarati News

બનાસકાંઠામાં અકસ્માતમાં પિતા-પુત્રના કરૂણ મોત

પાલનપુર: પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના રાવળ ભગવાનભાઈ બબાભાઈ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા હતા.અને તેમને એક સંતાન છે. ત્યારે કુદરત દ્વારા આફત આવતા આખરે પરિવાર પર દુઃખ નુ તાંડવ થયું છે. રાવળ ભગવાનભાઈ બબાભાઈ ગરીબ અને મધ્યમ ગરીબ વર્ગનો યુવાન રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો

ત્યારે કુદરતે અચાનક અકાળે મોતના મુખમાં ધકેલતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે ત્યારે ગત રાત્રિએ દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના જાહેર માર્ગ ઉપર પીકપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અકસ્માત કરતા આ અકસ્માતમાં રિક્ષાચાલક તેમજ તેના પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

સાથે સાથે રિક્ષાચાલક રાવળ ભગવાનભાઈ બબાભાઈની સાથે તેના પુત્ર પ્રિન્સનું પણ મોત થયું છે ત્યારે પોતાનું એકનું એક સંતાન ગુમાવતી માતાને પોતાના પતી તેમજ સંતાનની છત્ર છાયા ખોવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક દોડી આવી હતી અને બાદમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.