Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

બે દિવસથી લાપત્તા યુવકની શોધખોળ બાદ દુકાનમાંથી લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળતાં પોલીસે શરૂ કરેલી સઘન તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે આ પરિસ્થિતિમાં  શહેરના ક્રષ્ણનગર વિસ્તારમાં એક દુકાનમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ છે.

બે દિવસથી લાપત્તા આ યુવકની લાશ મળી આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠયા છે હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ક્રષ્ણનગર વિસ્તારમાં પી.એમ. ઠાકર સ્કુલની બાજુમાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ ચંદુભાઈ નામનો યુવાન દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને અવારનવાર તે દારૂ પીને છાટકો બનતો હતો.

કેટલીક વખત તે ઘરેથી બે બે દિવસ સુધી લાપત્તા રહેતો હતો. પરિવારજનો પણ તેની સતત ચિંતા કરતા હતા આ દરમિયાનમાં તા.૩૧મી ઓગસ્ટના રોજ બપોરે ર.૦૦ વાગ્યે તે ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો પરિવારજનોએ તેની સઘન શોધખોળ કરી હતી પરંતુ તે નહી મળતા તેના ઘરના સભ્યો ચિંતિત બન્યા હતાં.
દિલીપનો કોઈ પત્તો નહી લાગતા પરિવારજનો ચિંતિત હતા ત્યારે બે દિવસ બાદ દિલીપના નાના ભાઈ પારસ ઉપર કોઈ નો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તમારી દુકાનમાંથી લાલ કલરનું પ્રવાહી નીકળી રહયું છે.
દિલીપનો નાનો ભાઈ પારસની ક્રષ્ણનગરમાં સાંઈ ગ્લાસ પોઈન્ટ નામની દુકાન આવેલી છે

આ ફોન આવતા જ પારસ તેના મિત્રને લઈ તાત્કાલિક દુકાને જવા નીકળ્યો હતો અને દુકાને પહોંચ્યો ત્યારે દુકાનનું શટલ અંદરથી બંધ જાવા મળ્યું હતું જેના પરિણામે ભારે જહેમત બાદ દુકાનનું શટલ તોડી ઉંચુ કરતા જ અંદરનું દ્રશ્ય જાઈ પારસ અને તેના મિત્રો ચોંકી ઉઠયા હતાં.

દુકાનની અંદર દિલીપભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં જાવા મળ્યો હતો જેના પરિણામે પારસ ચોંકી ઉઠયો હતો અને બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ક્રષ્ણનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઈ હતી અને તપાસ કરતા મૃતદેહમાંથી ખૂબ જ વાસ આવી રહી હતી તેથી બે દિવસ પહેલા તેનુ મોત નીપજયું હોવાનું મનાઈ રહયું હતું પોલીસે દિલીપના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

દિલીપના ભાઈ પર આવેલા ફોન તથા બે દિવસથી લાપત્તા બનેલા આ યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે દિલીપે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સ્પષ્ટ બનશે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.