Western Times News

Gujarati News

ર૦૧૯માં વટવા વોર્ડમાં પાણીજન્ય રોગચાળાના ૧પ૦૦ કેસ

ઓગષ્ટ મહીનામાં ટાઈફોઈડના ૬૦૦ કેસઃચાલુ વર્ષ દરમ્યાન ટાઈફોઈડના ર૭૦૦ કરતા વધુ કેસ નોધાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદ વધુ એક વખત જીવલેણ રોગચાળાના સકંજામાં આવી ગયું છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો તથા પારાવાર ગંદકીના કારણો મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે. જેના પરીણામે ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં પ્રદુષણ અને બેકટેરીયાની માત્રા વધુ હોવાથી કમળો, ઝાડાઉલ્ટી અને ટાઈફોઈડ અને કોલેરા નો રોગચાળો લગભગ કાયમી બની ગયો છે.

 

વોર્ડનું નામ

ઝાડા ઉલ્ટી

 કમળો

ટાઈફોઈડ

 કોલેરા

વટવા

૭૩૮

૨૫૬

૪૨૩

૧૫

લાંભા

 ૩૩૩

 ૭૬

 ૧૦૩

 ૦૮

સરખેજ

૧૭૨

 ૧૦૮

 ૬૦

અમરાઈવાડી

૨૭૮

  ૭૦

 ૧૪૯

 ૦૫

બાપુનગર

૩૨૫

  ૭૭

 ૧૪૦

અસારવા

૫૪

૭૫

૨૪૧

દાણણીલીમડા

૩૩૪

૮૦

 ૧૦૪

 ૦૫

બહેરામપુરા

 ૨૯૬

 ૮૮

 ૪૯

૦૫

કુલ નગર

૯૭

નોધ ડેન્ગ્યુના કેસ પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં વધારે જાવા મળ્યા છે. ચાંદલોડીયા – ૨૪, ગોતા – ૩૩, મક્તમપુરા – ૨૧, પાલડી – ૨૮, નવરંગપુરા – ૧૭, તથા બોડકદેવમાં – ૧૯ કેસ નોંધાયા છે

ર૦૧૯ ના વર્ષ દરમ્યાન ટાઈફોઈડના ત્રણ હજાર જેટલા કેસ બહાર આવ્યા છે. જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ કેસ છે. મ્યુનિ. કોર્પોરેશનના વટવા વોર્ડમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો આતંક વધારે જાવા મળે છે. તેથી વટવા વોર્ડને રોગચાળાગ્રસ્ત જાહેર કરવા માટે પણ માંગણી થઈ રહી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં ઈ-કોલાઈ નામના બેકટેરીયા તથા પોલ્યુશનની માત્રા વધારે હોવાથી રોગચાળો બેકાબુ બની રહયો છે. ઓગષ્ટ મહીનામાં ટાઈફોઈડના ૬૦૦ કેસ નોધાયા છે. જે છેલ્લા એક દાયકા દરમ્યાન કોઈપણ એક મહીનામાં સૌથી વધુ હોવાનું અનુમાન છે. ચાલુ વર્ષના પ્રથમ આઠ માસમાં ટાઈફોઈડના ર૯ર૪ કેસ નોધાયા છે.

દક્ષિણઝોનના વટવા વોર્ડમાં ટાઈફોઈડ ના સૌથી વધુ ૪ર૩ કેસ કન્ફર્મ થયા છે. જયારે દક્ષિણઝોનમાં ટાઈફોઈડના ૮પ૯ કેસ નોધાયા છે. લાંભા વોર્ડમાં ટાઈફોઈડના ૧૦૩, બાપુનગરમાં ર૪૧, અમરાઈવાડીમાં ૧૪૯ અને બાપુનગરમાં ૧૪૦ કેસ નોધાયા છે. પ્રદુષિત પાણીની સમસ્યાના પરીણામે કમળાનો રોગચાળો પણ વકરી રહયો છે. ચાલુ વર્ષના પ્રથમ આઠ મહીનામાં કમળાના ૧૭૧૦ કેસ બહાર આવ્યા છે.

કમળાના સૌથી વધુ રપ૬ નોધાયા છે. જયારે લાંભા વોર્ડમાં ૭૬, સરખેજમાં ૧૦૮, દાણીલીમડામાં ૮૦, બાપુનગરમાં
૭૧ અને બહેરામપુરા વોર્ડમાં ૮૮ કેસ કન્ફર્મ થયા છે. ઝોનદીઠ પ્રાપ્ય માહિતી મુજબ દક્ષિણઝોનમાં ૬રર, પૂર્વઝોનમાં ર૭૯ તથા ઉત્તરઝોનમાં ર૬૪ કેસ નોધાયા છે.

શહેરમાં પ્રદૂષિત પાણી તથા બેરોકટોક વેચાણ થતા બિન આરોગ્યપ્રદ આહારના કારણે ઝાડાઉલટીનો રોગચાળો પણ માઝા મુકી રહયો છે. ચાલુ વર્ષ દરમ્યાન ઝાડાઉલટીના પ૪રર કેસ નોધાયા છે. દક્ષિણઝોનમાંથી સૌથી વધુ ર૩૧૬ કેસ બહાર આવ્યા છે. દ.ઝોન ના વટવા વોર્ડમાં ઝાડાઉલટીના ૭૬૮, લાંભામાં ૩૩૩, દાણીલીમડામાં ૩૩૪ અને બહેરામપુરામાં ૩૦૬ કેસ નોધાયા છે.

જયારે બાપુનગર વોર્ડમાં ૩રપ, અમરાઈવાડીમાં ર૭૮ તથા સરખેજમાં ૧૭ર કેસ નોધાયા છે. ર૦૧૯માં કોલેરાના ૭ર કેસ કન્ફર્મ થયા છે. જે પૈકી દક્ષિણઝોનમાંથી ૪૧ કેસ નોધાયા છે. કોલેરા ના કેસમાં પણ વટવા વોર્ડ મોખરે છે. વટવા વોર્ડમાં કોલેરાના સૌથી વધુ ૧પ કેસ તથા લાંભા વોર્ડમાં ૦૮ કેસ નોધાયા છે.

આમ, ર૦૧૯ના પ્રથમ આઠ મહીનામાં માત્ર વટવા વોર્ડમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૪૬ર કેસ નોધાયા છે. સપ્ટેમ્બર ના કેસ ની ગણત્રી કરવામાં આવે તો વટવા વોર્ડમાં પાણીજન્ય રોગચાળાના કેસની સંખ્યા ૧પ૦૦ કરતા પણ વધારે હોવાનું અનુમાન છે.

ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદી પાણીનો સમયસર નિકાલ થયો ન હતો. તદ્‌ઉપરાંત વરસાદ બાદ સફાઈ કામ પણ મંથરગતિએ થયું હતું જેના પરીણામે, મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહયું છે. ઓગષ્ટ મહીના દરમ્યાન ડેન્ગ્યુના ૧૯૯ કેસ નોધાયા છે.

જે પૈકી મ્યુનિસિપલ હોસ્પીટલોમાં ૧૦૮ અને ખાનગી હોસ્પીટલોમાં ૭૬ દર્દીઓ નોધાયા હતા. શહેરના પોશ વિસ્તારોમાં ડેન્ગ્યુનો આતંક વધારે જાવા મળ્યો છે. નવા પશ્ચિમઝોનના ગોતા વોર્ડમાં ડેન્ગ્યુના ૩૩, બોડકદેવ વોર્ડમાં ર૧, ચાંદલોડીયામાં ર૪, પાલડી વોર્ડમાં ર૯ તથા નવરંગપુરા વોર્ડમાં ૧૯ કેસ કન્ફર્મ થયા છે. ર૦૧૯ના પ્રથમ આઠ મહીનામાં ડેન્ગ્યુના ૪૧પ કેસ નોધાયા છે.

મ્યુનિ. હોસ્પીટલોમાં ડેન્ગ્યુના રપ૬ અને ખાનગી હોસ્પીટલો માં ૧૪૯ ઈન્ડોર પેશન્ટ નોધાયા છે. શહેરના પશ્ચિમઝોનમાં ડેન્ગ્યુના ૮૬, ઉ.પશ્ચિમઝોનમાં ૯૪ અને દ.પશ્ચિમઝોનમાં ૪૪ કેસ નોધાયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના રોગચાળાએ ચાર નાગરીકોનો ભોગ લીધો છે.

જે પૈકી મ્યુનિ. હોસ્પીટલોમાં બે મૃત્યુ નોંધાયા છે.  શહેરમાં ડેન્ગ્યુની સાથે સાથે ચીકનગુનીયાના કેસ પણ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ચીકનગુનીયાના પ૮ કેસ નોધાયા છે. શહેરના ઉત્તરઝોનમાં ચીકનગુનીયાના ૧ર, દક્ષિણઝોનમાં ૧૬, મધ્યઝોનમાં ૦૮ તથા પશ્ચિમઝોનમાં ૦૭ કેસ કન્ફર્મ થયા છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્યખાતા દ્વારા ફોગીગ અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ મચ્છરોના બ્રીડીંગ શોધવા અને સ્થળ પર નષ્ટ કરવા માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવશે. જેના માટે એક હજાર વોલીયન્ટર્સની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. મેલેરિયાખાતાના વોલીયન્ટર્સ દૈનિક પ૦ ઘરોના સર્વે કરશે તથા વોલીયન્ટર્સને ઘરદીઠ રૂ.૧૦ આપવામાં આવશે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.