Western Times News

Gujarati News

વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના ૨૧ તાલુકામાં વરસાદ

પ્રતિકાત્મક

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલથી વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં ૧ એમ.એમ.થી લઈને ૨૮ એમ.એમ. સુધીનો વરસાદ સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. રાજ્યના કુલ ૨૧ તાલુકામાં આ વરસાદ નોંધાવા પામ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના કલોલમાં ૨૮ એમ.એમ. નોંધાયો હતો

જ્યારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગરના લીંબડી અને દાહોદના ધનપુરમાં એક-એક એમ.એમ. નોંધાયો હતો.
આ ઉપરાંત રાજય ના અમદાવાદ, વડોદરા ,નડિયાદ ,અમરેલી ,ગાંધીનગર , પાટણ, નવસારી, સાબરર્કાંઠા,સુરેન્દ્રનગર જેવા અનેક શહેરોમાં જાેરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો .વાતાવરણમાં ઠંડક પ્રસરતી જાેવા મળી હતી .ગરમીમાંથી અકળાતા લોકોને રાહત અનુભવાયી હતી .

રાજ્યમાં ગઈકાલે કલોલમાં ૨૮ એમ.એમ. નડિયાજમાં ૨૫ એમ.એમ. મહેસાણા શહેરમાં ૧૯ એમ.એમ. મહેમદાવાદમાં ૧૬ એમ.એમ. ગાંધીનગરમાં ૧૪ એમ.એમ, ખેડાના કઠલાલમાં ૧૩ એમ.એમ, બોટાદમાં ૧૧ એમ.એમ, સુરેન્દ્રનગરના દસાડામાં ૯ એમ.એમ, ચુડામાં ૮ એમ.એમ, લખતરમાં ૬ એમ.એમ, દેત્રોજમાં ૬ એમ,એમ, દસક્રોઈમાં ૫ એમ.એમ, મહુધામાં ૫ એમ.એમ, માંડલમાં ૪ એમ.એમ, આણંદમાં ૩ એમ.એમ, બેચરાજીમાં ૩ એમ.એમ., ખંભાત, સમી, બાવળામાં ૨ એમ.એમ વરસાદ નોંધાયો હતો.અમદાવાદમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ

તો રાતના ૧૦ વાગ્યા સુધી ઉત્તર ઝોનમાં સરારાશ ૧૦.૦૮ એમએમ, પશ્ચિમ ઝોનમાં ૨૨.૩૮ એમએમ, પૂર્વ પશ્વિમ ઝોનમાં ૪૩.૫૦ એમએમ, દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૪૩.૦૦ એમએમ, મધ્ય ઝોનમાં ૨૩.૭૫ એમએમ, ઉત્તર ઝોનમાં ૬ એમએમ અને દક્ષિણ ઝોનમાં ૨૫.૨૫ એમએમ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસશે જ્યારે રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન ૨૦ જુન પછી થાય તેવી વકી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસશે જ્યારે રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન ૨૦ જુન પછી થાય તેવી વકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.