Western Times News

Gujarati News

જેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાજસ્થાનના પરિવારોએ વેક્સીનના પ્રથમ ડોઝ લીધા

રાજસ્થાનમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી 23 લોકોએ સંજેલી સુધીનો ધક્કો ખાધો.
રાજસ્થાનથી આવેલા લોકોએ વેક્સિન નો ડોજ લેતા નગરમાં ચર્ચા થતાં જ લોકો વેક્સિન લેવા ઉમટ્યા. 44 લોકોએ ડોઝ મેળવ્યા.  
પ્રતિનિધિ સંજેલી  ફારુક પટેલ: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામા સાગવાડા ખાતે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ૨૩ જેટલા લોકોએ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.જેથી તાલુકાની પ્રજાને વેક્સિન ડોજ માટેનો બોધ સમાન કિસ્સો સામે આવ્યો. જેથી તાલુકાની પ્રજાને આ બાબતને ઉદાહરણરૂપ સમજી કોરોના રસી લઈ સુરક્ષિત થવું બહેતર છે.રાજસ્થાનથી લોકોએ વેક્સિનનો ડોઝ માટે આવતા હોવાની ચર્ચા થતાં જ લોકો રસી માટે ઉમટ્યા અને  બીજા દિવસે csc ખાતે 44 લોકોએ રસીના ડોઝ લીધા.
સરકાર દ્વારા 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશનની સાથે વેક્સિનના ડોઝ આપવાનું કામગીરી શરૃ કરી છે. સંજેલી તાલુકામાં માંડલી હિરોલા કરંબા સરોરી વાસીયા ની પીએચસી કેન્દ્રો અને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 5 જૂનને શનિવાર થી રજિસ્ટ્રેશનની સાથે વેકસિનના ડોઝ આપવાનું શરૂ કર્યું છે તાલુકામા 18 થી 44 વર્ષના લગબગ  41000 મતદારો નોંધાયેલા છે જ્યારે પ્રથમ દિવસે તાલુકામાં 119 લોકોએ વેકસીનના ડોઝ લીધા હતાં સંજેલી નગર સહીત વિસ્તારોમાં ભણેલાગણેલા હોશિયાર અને જાગૃત લોકો રહે છે

તેમ છતાં પણ લોકો ખોટી અફવાઓમાં આવી વેકસીનના ડોઝ લેવામાં ગભરાઈ રહ્યાં છે.રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સાગવાડા ખાતે કોવિડવેકસિન નો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી 23 જેટલા લોકોએ 100 કિમીનું અંતર કાપી રવીવાર ના રોજ સંજેલી ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રજિસ્ટ્રેશન સાથે વેક્સિનના પ્રથમ ડોઝ મેળવ્યાં હતાં

જો આટલા બધા દૂરથી અને અન્ય રાજ્યમાંથી સમય અને પૈસાનો બગાડ કરીને વેકસીનના ડોઝ મેળવતાં હોય તો તાલુકાની પ્રજાએ ખોટી અફવાઓ થી ગેરમાર્ગે દોરાયા વગર નજીકના કેન્દ્ર પર જઈ વેક્સિનનો ડોઝ લેવામાં આવે જેથી આપણે અને આપણો પરિવાર જેવા વાઇરસ સામે રક્ષણ મેળવવા વેકસીનના ડોઝ લેવા જરૂરી છે.

જવાબ..રાજસ્થાનના સાગવાડા આરોગ્ય કેન્દ્રમાં કોવિડવેક્સિન સામે કો વેક્સીન ઉપલબ્ધ હોવાથી વિદેશ જનાર લોકોને કોવિડવેક્સિનને માન્યતા હોઇ સંજેલી આરોગ્ય કેન્દ્રમાં  જથ્થો ઉપલબ્ધ ને લઈ 23 જેટલા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.