Western Times News

Gujarati News

૨૦ દિવસની બાળકીએ કોરોનાને મ્હાત આપી

Files Photo

કિડની પરનો સોજાે ઘટ્યો તથા સોડીયમનું લેવલ નોર્મલ થયું તેમજ યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો

રાજકોટ: કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરો અને નર્સો રાત-દિવસ જાેયા વગર ૨૪ઠ૭ના ધોરણે દેશના ભાવી નાગરીકોને બચાવવાની આદર્શ કામગીરી બજાવી રહ્યા છે. જાણો ૨૦ દિવસની દીકરીને કોરોના અને અન્ય બીમારીઓમાંથી ઉગારવા સિવિલનાં ડૉક્ટરોએ કરી કેટલી મહેનત. આ કામગીરી અંગે પીડીયાટ્રીક ડો. ચેતન ભલગામિયા જણાવે છે કે, સામાન્ય રીતે બાળકના જન્મ સમયના રૂદનને ફર્સ્‌ટ ક્રાય કહેવામાં આવે છે. જાે બાળક ફર્સ્‌ટ ક્રાય ન કરે તો તે એક ગંભીર બાબત કહેવાય છે.

એક બાળકીનો જન્મ સુરેન્દ્રનગર સિવિલ ખાતે તા. ૧૦-૦૫-૨૦૨૧ના રોજ થયો હતો. જન્મ સમયે રડી ન હોવાથી તેને સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ૯ દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ત્યાર બાદના ૧૦ દિવસ પછી તા. ૨૮-૦૫-૨૦૨૧ના રોજ શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા થતા સુરેન્દ્રનગર સિવિલ ખાતે દાખલ કરાઇ હતી. રિપોર્ટમાં બાળકીની કિડની પર સોજાે હતો તથા સિરમ ક્રીએટીન લેવલ ૪.૦૩ ટકા જેટલુ હતું તેથી બાળકને રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. વીસ દિવસની એ બાળકી લક્ષ્મીને સુરેન્દ્રનગરથી રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવી.

અમારા સિવિલ સર્જન ડો. આર. એસ. ત્રીવેદી તથા પીડીયાટ્રીક વિભાગના હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ તે લક્ષ્મીની સત્વરે સારવાર શરૂ કરવામાં આવી. બાળકીને શ્વાસોચ્છવાસની તકલીફ હોવાથી તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો હતો. જેનું ડી-ડાઈમર ૧૦૫૧ જેટલુ હતું તથા સુગર લેવલ ૬૫૭ જેટલું હતું. તેથી તેને હાઈફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવી હતી. સારવાર દરમ્યાન ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટવા લાગ્યું હતું.

કિડની પરનો સોજાે ઘટ્યો તથા સોડીયમનું લેવલ નોર્મલ થયું અને યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો. તેને અપાયેલી હાઈફ્લો નોઝલ કેન્યુલા પરથી હટાવીને લક્ષ્મીને તેની માતાને સોંપવામાં આવી. તેને બ્રેસ્ટ ફિડીંગ આપવાથી તેની તબિયતમાં વધારે સુધારો થવા લાગ્યો. સાત દિવસની સારવાર બાદ લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ થઈ, તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવ હતી, તેમ ડો. ભલગામિયાએ જણાવ્યું હતું. આ બાળકીના માતા કાજલબેન અશોકભાઈ થરેચા જણાવે છે કે, અમારી નાની બાળકીનું નામ લક્ષ્મી રાખ્યું છે. મારી લક્ષ્મીને ભારે તકલીફ થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.